Get The App

લખતરમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 પત્તા બાજ ઝડપાયા

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
લખતરમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 પત્તા બાજ ઝડપાયા 1 - image


રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂા.૬૩,૬૬૦નો મુદ્દામાલ કબજે કર્યો

સુરેન્દ્રનગર: લખતર શહેરમાં શ્રેયાંશ સોસાયટીમાં જુગારની બાઝી માંડી બેઠેલા આઠ પત્તા બાજને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રોકડ, મોબાઇલ સહિતનો ૬૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

લખતર શહેરમાં આવેલા મેલડી માતાજીવાળા પરામાં આવેલી શ્રેયાંશ સોસાયટીમાં જગાર રમાતો હોવાની બાતમીના આધારે લખતર પોલીસે બાતમી વાળા સ્થળે દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમતા ૮ શખ્સો ચમનભાઈ ભીખાભાઈ ભુત, કાનજીભાઈ કેશવજીભાઈ ભુત, ચેતનભાઈ બુધાભાઈ જખવાડીયા, ચંદુભાઈ ભાવાભાઈ જખવાડીયા, કિરણભાઈ પ્રવિણભાઈ દેકાવાડીયા,  કાળુભાઈ બાબુુભાઈ વરમોરા, ભુપતસિંહ ઉર્ફે ઉદુભા ભીખુુભા ઝાલા અને કાંતિભાઈ ઉર્ફે કનાભાઈ થોભણભાઈ ભુતને રોકડ રૂા.૫૨,૧૬૦, મોબાઈલ નંગ-૫ કિંમત રૂા.૧૧,૫૦૦ સહિત કુલ રૂા.૬૩,૬૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ વિરૂધ્ધ લખતર પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Tags :