Get The App

તારાપુરમાં હોટેલમાં તોડફોડ કરનારા 8 આરોપીઓ ઝડપાયા

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
તારાપુરમાં હોટેલમાં તોડફોડ કરનારા 8 આરોપીઓ ઝડપાયા 1 - image


- વટમણ રોડ પર કસબારા પાસે ઘટના બની હતી

- એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા મામલતદાર કચેરી ખાતે આરોપીઓની ઓળખ પરેડ કરાઈ

તારાપુર : તારાપુર વટામણ રોડ પર કસબારા પાસે ખોડીયાર હોટલ પર ગત તા. ૨૦મી મેના રોજ રાત્રિના પોણા બારેક વાગ્યાના સુમારે હોટલ બંધ થઈ ગયા બાદ, બાઇક અને બોલેરો કારમાં સવાર આઠેક શખ્સોએ જમવાની બાબતે ઝઘડો કરીને ગલ્લો તેમજ હોટલમાં તોડફોડ કરીને ૩૯,૦૦૦ રૂપિયાનું નુકસાન કર્યું હતું. 

ઉપરાંત નુકસાન કર્યા બાદ રાહુલ ભટ્ટ જોડે પંગો ન લેતા નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. હોટલ માલિક મૂળ ખંભાત ખાતે રહેતા અરુણભાઈ કાભઈભાઈ ગોહિલની ફરિયાદના આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી, હોટલના સીસીટીવી ફુટેજના આધારે (૧) સન્નીકુમાર સુરેશભાઈ કાંગસિયા રહે. ડબગર વાસ, મોચીવાડ પાસે, ખંભાત, (૨) હરેશભાઈ દીપકભાઈ ઠાકોર રહે. દારૂકોઠા, ગણપતિ મંદિર પાસે, ખંભાત, (૩) યુવરાજ ઉર્ફે સન્ની મગનભાઈ સરગરા, રહે. પોપડી નગર રાજમહેલ રોડ, સંપત્તિ સોસાયટી મકાન નંબર ૧૪, આણંદ, (૪) પંકજકુમાર ઉર્ફે વડાપાવ ખુમાનસિંહ પરમાર રહે. ચાવડાપુરા, આકાશ એવન્યુ સોસાયટી, જીટોડીયા, આણંદ, (૫) નારણ ઉર્ફે ભજીયો મફતભાઈ મારવાડી, સોનારિયુ પરૂ,શાી મેદાન પાસે, આણંદ, (૬) અપત ઉર્ફે પટેલ ધીરજભાઈ પટેલ રહે. ચાવડાપુરા, ષા બેકરી રોડ, ક્રિષ્ના પાર્ક સોસાયટી, આણંદ, (૭) હાદક મહેશભાઈ પરમાર રહે. મહાવીર ઝૂંપડપટ્ટી, સંજીવની હોસ્પિટલ પાછળ, આણંદ, (૮) રોહિત ઉર્ફે બાઠીયા મહેશભાઈ દરબાર રહે. મેલડી માતા મંદિર પાસે, ઝુપડપટ્ટી, આણંદવાળાઓને ઝડપી પાડયા હતા.  

ઝડપાયેલા શખ્સો પાસેથી બોલેરો ગાડી, બાઇક સહિત મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બે એક દિવસ પહેલા કોર્ટમાં આરોપીને રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ બાદ આજે આઠેય આરોપીને તારાપુર મામલતદાર કચેરી ખાતે ઓળખ પરેડ માટે લાવવામાં આવ્યા હતા. 

Tags :