Get The App

ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ 1 - image


- જીલ્લા કલેકટર દ્વારા ધ્વજવંદન કરી સલામી ઝીલી પરેડનું નિરિક્ષણ કરાયું

- સ્વાતંત્ર સેનાનીના પરિવારજનો તેમજ વિશિષ્ટ યોગદાન આપનાર લોકો અને સંસ્થાનું સન્માન કરાયું

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા ખાતે શંકર સ્ટેડિયમમાં જીલ્લાકક્ષાના ૭૯મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા કલેકટરે ડો.રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતના ગાન બાદ પરેડનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું આ તકે જીલ્લા કલેકટરે પ્રજાજનોને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી તી તેમજ નામ-અનામી દેશભક્ત શહિદોનું સ્મરણ કરી શ્રધ્ધાંજલી પાઠવી હતી.

આ તકે જીલ્લા કલેકટર સહિતના મહાનુભાવો દ્વારા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ચુડા તાલુકાનાં વિકાસના કામો માટે કલેકટર દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિ સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ રજૂ થયેલ તમામ કૃતિઓને પ્રોત્સાહનરૂપે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લીંબડીના ધારાસભ્ય , જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં હોદ્દેદારો, સદ્દસ્યો, જીલ્લા વિકાસ અધિકારી, ડેપ્યુટી આઈજી, અધિક કલેકટર પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ, શિક્ષકો, નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉપરાંત સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે પણ ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મનપા કમીશ્નર ડો.નવનાથ ગ્વાહણેએ તિરંગો લહેરાવી સલામી આપી હતી આ તકે મનપા કમીશ્નરે મનપાના કર્મચારીની ક્ષમતા, કાર્યપધ્ધતિ દ્વારા પ્રજાજનોનો વિશ્વાસ કેળવવામાં મહાનગરપાલિકા ખરી ઉતરી હોવાનું જણાવ્યું હતું અને છેલ્લા સાત મહિનામાં અંદાજે રૂા.૩૦૦ કરોડના વિકાસના કામોનું ખાત મુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હોવાનું તેમજ અત્યાર સુધીમાં શહેરની આગવી ઓળખ ઉભી કરવા માટે મનપા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં રૂા.૬૦ કરોડથી વધુના કામો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ તકે મનપા તંત્ર દ્વારા જીલ્લાના ટાંગલીયા વણાટકામ તેમજ પટોળા સાડીમાં પદ્મશ્રી એવોર્ડ, સંત કબીર એવોર્ડ અને રાષ્ટ્રીય એવોર્ડ તથા રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્રથી સન્માનીત મહાનુભાવોનું પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હરઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિદ્યાર્થીઓ, વાયરમેન, ઈલેકટ્રીકલ વિભાગ, વેરા વસુલાત તેમજ ફાયર અંગેની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમીશ્નર, પોલીસ વિભાગના અધિકારીઓ, મનપાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags :