Gujarat

શિક્ષણ સમિતિની શાળાઓમાં ૭૮૬૬ને આ વર્ષે પ્રવેશ અપાશે

By GS TEAM
24 Jun 20251 min read
શિક્ષણ સમિતિની શાળાઓમાં ૭૮૬૬ને આ વર્ષે પ્રવેશ અપાશે

વડોદરા, વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સંચાલિત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ ''શાળા પ્રવેશોત્સવ'' ની ઉજવણી ૧૨૧ પ્રાથમિક શાળાઓમાં થશે.

'શાળા પ્રવેશોત્સવ' દરમિયાન બાલવાડીમાં ૩૭૪૬ અને બાલવાટિકામાં ૪૧૨૦ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે.  તા.૨૬, ૨૭ અને ૨૮ જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં બાલવાડી અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને શાળામાં આવકાર અપાશે. આ ઉપરાંત આંગણવાડી અને માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ બાળકોને આવકારાશે. 

 પ્રવેશોત્સવ અંતર્ગત તમામ ભૂલકાંઓને શૈક્ષણિક કિટ અપાશે. ઉપરાંત વિદ્યા પ્રવેશ, મારી લેખન પોથી, નોટબુક, ફ્લેશ કાર્ડ, ચાર્ટ, ચિત્રપોથી, વાર્તાપોથી પણ પૂરી પાડવામાં આવનાર છે.