Get The App

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 1 - image


77th Republic Day: અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને સ્ટુડન્ટ પોલીસ કેડેટના પ્લાટુન દ્વારા પરેડ અને માર્ચ પાસ્ટ કરવામાં આવશે. આ વર્ષે પરેડમાં 14 ટેબલો રજૂ કરવામાં આવશે. જેમાં 10 ટેબલો સરકારના વિવિધ વિભાગોના હશે અને 4 વિશેષ ટેબલો પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ ટેબલોની આગળ બાળકોનું બેન્ડ આકર્ષણ જમાવશે. એટલું જ નહીં ડોગ અને અશ્વના કરતબો બતાવશે. 

સમ્રાટ, લક્ષ્મી અને રોબીન અશ્વ પોતાની કુશળતા બતાવશે

આ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સૌથી મોટું આકર્ષણ અશ્વ પ્રદર્શન રહેશે. આંતરરાષ્ટ્રીય હોર્સ રાઈડર અરનેશભાઈ નટુલભાઈ તેમના સુપ્રસિદ્ધ અશ્વ 'સમ્રાટ' પર સાહસિક કરતબો બતાવશે. ઉલ્લેખનીય છે કે, 'સમ્રાટ' અશ્વે ઓલ ઇન્ડિયા ઇક્વેશન મીટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતેલા છે. અશ્વ સવારો દ્વારા ટેન પેકિંગ, જમ્પિંગ અને બેરલ પાસ જેવા કરતબો રજૂ કરવામાં આવશે. જેમાં લક્ષ્મી અને રોબીન અશ્વ પોતાની કુશળતાનું પ્રદર્શન કરશે. 

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 2 - image
અશ્વનું નામ : સમ્રાટ 


અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 3 - image

જનજાગૃતિના ટેબલો જમાવશે આકર્ષણ

આ ઉપરાંત ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત પોલીસની કામગીરી અને જનજાગૃતિનો સંદેશ આપતો NDPS અને જનજાગૃતિનો ટેબલો, સાયબર સુરક્ષા અને ગાંધીનગર ખાતે નિર્મિત સાયબર એક્સલેન્સ સેન્ટરની ઝાંખી કરાવતો સાયબર ક્રાઈમનો ટેબલો, પોલીસ પાસે રહેલા અત્યાધુનિક હથિયારો જેવા કે કોર્નર શોર્ટ ગન, સ્નાઇપર ગન અને ગ્લોકનું પ્રદર્શન કરતો આધુનિક હથિયારોનો ટેબલો સહિત 112 સર્વિસ, ડ્રોન ટેકનોલોજીનો પોલીસ મેનેજમેન્ટમાં ઉપયોગ અને આધુનિક કોમ્યુનિકેશન સાધનોનું નિદર્શન કરતો ટેકનોલોજી અને કોમ્યુનિકેશનનો ટેબલો પરેડમાં જોવા મળશે.

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 4 - image
અશ્વનું નામ : રોબિન

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 5 - image

સાંસ્કૃતિક કાર્યક્રમો

આ સાથે ટેબલોની સાથે પોલીસ વિભાગની આધુનિક વેહિકલ ફ્લીટ પણ જોવા મળશે, જેમાં વરુણ, વજ્ર અને વીવીઆઈપી સિક્યુરિટી માટેના એક્સ-રે મશીન વેહિકલ સામેલ હશે. પરેડ અને ટેબલો બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે શિવસ્તૃતિ, યોગા અને ફોક ડાન્સ યોજાશે. એસઓજી (SOG) દ્વારા ઓપરેશનલ ડ્રીલ અને ડોગ સ્કોડનું પ્રદર્શન પણ રજૂ કરવામાં આવશે.

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 6 - image
અશ્વનું નામ : લક્ષ્મી 

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 7 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 8 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 9 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 10 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 11 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 12 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 13 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 14 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 15 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 16 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 17 - imageઅમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમ્રાટ સહિતના અશ્વોના કરતબ આકર્ષણનું કેન્દ્ર બનશે, જુઓ તસવીરો 18 - image