Get The App

સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 77મા પ્રજાસતાક પર્વની ઉજવણી

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News

શહેરી વિકાસ મંત્રીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી

શ્રે કામગીરી કરનાર જિલ્લાના કર્મચારીઓ, પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના શહેરી વિકાસ તેમજ પ્રભારી મંત્રીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી.

સુરેન્દ્રનગરમાં સોમવારના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, તેમજ લોકસભાના સાંસદ, ધારાસભ્યો, પૂર્વ હોદેદારો, સામાજીક આગેવાનો તેમજ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી તેમજ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે સરકારની વિવિધ યોજનાઓનું ટેબલો પ્રદર્શન તેમજ અલગ અલગ ૨૦થી વધુ સ્કૂલોના વિધાર્થીઓ દ્વારા દેશભકિત તેમજ લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ઝાંખી કરતી કૃતિઓ રજૂ કરી હતી. તેમજ જિલ્લાના અલગ અલગ વિભાગોમાં શ્રે કામગીરી કરનાર કર્મચારીઓ, પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ દેશને આઝાદ કરાવવા માટે જે લોકોએ પોતાના બલિદાન આપેલ તેમને પણ યાદ કર્યા હતા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.