Get The App

બાવળામાં નશાકારક કફ સિરપની 779 બોટલ ઝડપાઇ

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
બાવળામાં નશાકારક કફ સિરપની 779 બોટલ ઝડપાઇ 1 - image

- પોલીસે 3 શખ્સ સામે ગુનો નોંધ્યો

- 1.37 લાખના નશાકારક કફ સિરપના જથ્થ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

બગોદરા : બાવળા પોલીસે શહેરના ડરણ રોડ પર ગોડાઉનમાંથી નશાકારક કફ સિરપની ૭૭૯ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. દરોડા દરમિયાન અન્ય બે આરોપી નહીં મળી આવતા પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાવળા-ડરણ રોડ ઉપર ગોડાઉન ભાડે રાખી ધર્મેશભાઇ મોહનભાઇ લામકા/ભરવાડ (રહે. ભરવાડવાસ, બાવળા) નશાકારક કફ સિરપનો સંગ્રહ અને વેચાણ કરે છે તેવી બાતામીના આધારે બાવળા પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન નશાકારક સિરપની ૭૭૯ બોટલો (કિં.રૂ.૧,૩૭,૮૮૩), એક-?મોબાઈલ (કિં.રૂ.૫,૦૦૦) મળી કુલ રૂ.૧,૪૨,૮૮૩નો મુદ્દામાલ સાથે આરોપીને ધર્મેશભાઇને ઝડપી પાડયા હતા જ્યારે ?મકસુદમીયા મહંમદમીયા મલેક (રહે. સીપાઈવાસ, બાવળા) અને ?ગોપાલભાઇ રાજુભાઇ ઠાકોર (રહે. ભુસીનો ખાડો, બાવળા) સ્થળ પર નહીં મળી આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી ત્રણ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.