774 Gram Panchayat Election: બનાસકાંઠા જિલ્લાની 972 પૈકી 390 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર શાસન છે. જિલ્લાના કુલ 774 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવા માટે તંત્રએ તૈયારી હાથ ધરી છે. મતદાન મથકો બાબતે પરિપત્ર કરીને તંત્રએ કેટલાક સૂચનો આપ્યા હતા. મતદાન મથકોની ભૌતિક ચકાસણી સહિતનો સમાવેશ થયો છે. જયારે 390 ગ્રામ પંચાયતોમાં વહિટવટદાર શાસન હોવાથી વિકાસના કામો અટકી પડયા છે. ગ્રામજનોને પંચાયતની કચેરીએ ધક્કા ખાવાની નોબત આવી છે. જેથી વહેલી તકે ચૂંટણી યોજાય તેવી માગણી કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ વાવ થરાદ જિલ્લાનું વિભાજન થયું છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં 14 જેટલા તાલુકાઓ હતા. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટી જિલ્લોઓની યાદીમાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 38 લાખથી પણ વધારે લોકો રહે છે.
જોકે શહેરોને બાદ કરતાં મોટાભાગના લોકો ગામડાઓમાં રહે છે. હવે માટે જ આ જિલ્લામાં 972 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે જે ગામડામાં રહેતા લોકોના સુખાકારી સુવિધાઓ અને પ્રશ્નોને હલ કરે છે. તો વળી ગ્રામ પંચાયતોના વહીવટને સુનિચિત કરવા સ્થાનિક સ્વરાજની ચૂંટાયેલી બોડી કાર્ય કરતી હોય છે પરંતુ ઘણા લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાની 390થી પણ વધુ ગ્રામ ગ્રામ પંચાયતોમાં પંચાયત બોડીની ટર્મ પુરી થઇ ગઇ હોવાથી આવી તમામ ગ્રામ પંચાયતોમાં રાજ્ય સરકાર દ્વાર નિયુક્ત કરાયેલા અધિકારીઓ વહિવટદાર તરીકે ચાર્જ સંભાળે છે.
આ પણ વાંચો: સમગ્ર દેશને પંચાયતી રાજ આપનાર ગુજરાત ટોપ-5 રાજ્યોમાં પણ નહીં, કેન્દ્રએ પોલ ખોલી
જોકે વહિવટદારના શાસનથી પંચાયત અમલમાં નહીં હોવાથી સરકાર તરફથી ગ્રામ પંચાયતોને મળતી ગ્રાન્ટ અને તેને લીધે થતા અનેક વિકાસકામો ખોરંભે ચડ્યા છે. આ સમસ્યા જિલ્લાભરમની લીધે ચૂંટાયેલા નેતાઓ વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. જેને જોતા હવે રાજ્ય સરકારે આગામી જૂન મહિનાની આસપાસ તમામ ખાડી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી તેમજ પેટા ચૂંટણી યોજવા માટેની પ્રક્રિયા હાથ ધરાય તેવા અણસાર સાંપડ્યા છે.
એટલું જ નહી 150થી 175 ગ્રામ પંચાયતો વિભાજી થવાથી ત્યાં પણ ચૂંટણી યોજાશે. આગામી સમયમાં જિલ્લામાં એક હજારથી વધુ ગ્રામ પંચાયતો થઇ જશે. રાજ્ય ચૂંટણી આયોગ ફેબ્રુઆરી 2025 રાજ્યના તમામ સંબંધિત કલેક્ટરોને 1 એપ્રિલ 2025થી 30 જૂન 2025 સુધી મુદ્દત પૂર્ણ થતી ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજનવાળી, મધ્યસ્થ પેટા ચૂંટણી યોજવા માટે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા જણાવ્યું છે.


