૭૬૭ બાળકોને હૃદય,કિડની અને કેન્સરની ગંભીર બિમારી

ગાંધીનગર જિલ્લામાં ત્રણ વર્ષમાં ૯.૨૦ લાખ વિદ્યાર્થીઓના
સ્વાસ્થ્યની તપાસ
શ્રવણશક્તિ નહીં ધરાવતા નવ બાળકોને કોકલીયર ઇમ્પાલન્ટ ઃ ત્રણ વર્ષમાં બાળકો પર ક્લબફૂટની ૧૧૬ તથા ક્લેફ્ટ લીપની ૭૭ સર્જરી
શાળા આરોગ્ય કાર્યક્રમ પહેલા દિવાળી વેકેશન બાદના અંતિમ
શૈક્ષણિક સત્રમાં ચલાવવામાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ કાર્યક્રમને
કાયમી બનાવી દેવામાં આવ્યું છે અને વર્ષ દરમ્યાન આરબીએસકેની ટીમ દ્વારા આંગણવાડીથી
લઇને ખાનગી-સરકારી તમામ શાળામાં જઇને ૧૮ વર્ષ સુધીના બાળકોની ચકાસણી કરે છે. જેમાં
કોઇ ગંભીર બિમારીવાળું બાળક મળી આવે તો તેની નિઃશુલ્ક સારવાર સરકાર દ્વારા
કરાવવામાં આવે છે. એટલુ જ નહીં,
અત્યંત મોંઘી અને જટિલ ગણાતી બીમારીઓની સારવાર મફતમાં કરાવવામાં આવે
છે.ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં હૃદય રોગની સમસ્યા ધરાવતા કુલ ૫૮૪
બાળકો શોધી કાઢવામાં આવ્યા હતા અને તેમને સમયસર સારવાર પૂરી પાડવામાં આવી હતી.
જેમાં વર્ષ ૨૦૨૩માં ૧૮૫, ૨૦૨૪માં
૨૪૧ અને ૨૦૨૫માં ૧૫૮ બાળકોને હૃદય સંબંધિત સારવારનો લાભ મળ્યો છે. તેવી જ રીતે, કિડનીની સારવાર
૧૨૯ બાળકોને અને કેન્સર જેવી જીવલેણ બીમારી સામે પણ ૫૪ બાળકોને સારવાર આપી આથક
રીતે નબળા પરિવારો પરનો બોજો હળવો કરવામાં આવ્યો છે.
ગંભીર બિમારી ઉપરાંત ખોડ ખાંપણમાં પણ સર્જરી શાળા આરોગ્યમાં કરાવી આપવામાં આવે છે. બાળકોમાં જન્મજાત જોવા મળતી તકલીફો જેવી કે 'ક્લબફૂટ' એટલે કે, વાંકા પગ અને 'ક્લેફ્ટ લિપ/પેલેટ' એટલે કે,કપાલેલા હોઠ કે તાળવા માટે પણ સર્જરી કરી આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૧૧૬ બાળકોના વાંકા પગની સારવાર કરવામાં આવી છે, જ્યારે ૭૭ બાળકોના હોઠ કે તાળવાની સર્જરી કરાવી તેમને સ્મિત પાછું આપવામાં આવ્યું છે. સાંભળવાની ક્ષમતા ન ધરાવતા ૯ બાળકોને 'કોકલિયર ઈમ્પ્લાન્ટ' જેવી અત્યાધુનિક સારવાર પણ આપવામાં આવી છે.








