Get The App

બોટાદ જિલ્લામાં જુગારની બાજી માંડી બેઠેલા 76 ખેલૈયા ઝડપાયા

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
બોટાદ જિલ્લામાં જુગારની બાજી માંડી બેઠેલા 76 ખેલૈયા ઝડપાયા 1 - image


- બોટાદ,ગઢડા,પાળીયાદ, ઢસા,બરવાળા,પાળીયાદ પોલીસના દરોડા

- પોલીસે પટમાં પડેલા રોકડા રૂ. 1.65 લાખ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 

ભાવનગર : બોટાદ જિલ્લામાં ભીમ અગિયારસના રોજ જુગાર રમતા કુલ ૭૬ જુગારીઓને બોટાદ પોલીસે કુલ રૂ.૧,૬૫,૬૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કરવી હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ પાળીયાદ પોલીસે હડદડ ગામે આવેલ મઢુલી પાસે દરોડો પાડી જુગાર રમતા ધીરૂ હનુભાઇ જમોડ,કિરણ મનોજભાઇ ચૌહાણ,કાળુ ભરતભાઇ વિકમા,જગદીશ ધીરૂભાઇ જમોડ

પારસભાઇ વિઠ્ઠલભાઇ મકવાણાને ૧૨,૧૨૦ સાથે ઝડપી લીધા હતા.જ્યારે હંસરાજ ગણેશભાઇ ધરજીયા ફરાર થઈ ગયો હતો.જ્યારે ગઢડા પોલીસે ટાટમ ગામથી મેઘવાડિયા રોડ પર દરોડો પાડી જુગાર રમતા ભરત કાળુભાઇ મકવાણા,વિજય ભુપતભાઇ ઝાડા,વિજય ધિરુભાઇ નંદાસીયા,નવીન હરજીભાઇ મકવાણા,મહેશ વાલજીભાઇ જીડીયા,કેવલ નાથાભાઇ ખેરાળીયા,વિજય પ્રવિણભાઇ રેણુકાને ૧૨,૧૬૦ સાથે ઝડપી લીધા હતા.તેમજ ઢસા પોલીસે ભંડારીયા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા મહેન્દ્ર પોપટભાઇ રાજપરા,રાજેશ બચુભાઈ પરમાર,સુરેશ રામજીભાઇ પઢારીયાને રૂ.૩૬,૮૦૦ સાથે ઝડપી લીધા હતા.તથા ઢસા પોલીસે ઘોઘા સમડી ગામ ઇન્દિરાનગર વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા રાજુ ઉકાભાઇ રાઠોડ,મનોજ બાબુભાઇ રાજકોટીયા

મહેશ વલ્લભભાઇ મીઠાપરા,નિલેશ દેવશીભાઇ રાજકોટીયાને રૂ.૧૭૨૦ સાથે ઝડપી લીધા હતા.તેમજ ઢસા પોલીસે સાગમ ચોર પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમતા ગજેન્દ્રસિંહ ગગુભા ગોહિલ,જયરાજસિંહ ઉદુભા ગોહિલ, અતુલ છગનભાઇ ચાવડા,દિવ્યરાજસિંહ રઘુવિરસિંહ ગોહિલ,ભદ્રેશસિંહ રેવતુભા ગોહિલ,ધર્મવિરસિંહ ઉર્ફે લાલભાઇ અનોપસિંહ ગોહિલને રૂ.૧૮,૩૦૦ સાથે ઝડપી લીધા હતા.તથા બોટાદ રૂરલ પોલીસે રતનવાવ ગામે આવેલ મફતપરા વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા મહેશ મનજીભાઈ ઝાલાવાડી,મિલન રાજુભાઈ ઝાલાવાડી,જયપાલ વલ્લભભાઈ ઝાલાવાડી,અરુણ કેસાભાઈ મેળકીયા,વિપુલ શામજીભાઈ પરમાર,દાનુ વિજયભાઈ પીપળીયાને રૂ.૩૨૮૦ સાથે પકડી પાડયા હતા.તેમજ બોટાદ રૂરલ પોલીસે ચકમ પર ગામે આવેલ વગડીયા તરીકે ઓળખાતી સીમમાં દરોડો પાડી જુગાર રમતા ઠાકરશી ઘનશ્યામભાઈ ગોહીલ,પ્રદીપ બાલાભાઈ સોલંકી,જગદીશ વિઠલભાઈ રાઠોડ,લખમણ શંભુભાઈ રાઠોડ,મીતેષ ચંદુભાઇ ગોહીલ,વિક્રમ ભુપતભાઇ અંબાળીયા,સંજય ગગજીભાઈ ગોરાસવા,સવજી જેરામભાઈ સોલંકી,સુરેશ આંબાભાઇ ગોહીલ,લવજી સવજીભાઈ સોલંકીને રોકડા રૂ.૧૮,૫૦૦ સાથે ઝડપી લીધા હતા.તેમજ બોટાદ ટાઉન પોલીસે બોટાદના ભાંભણ રોડ પર આવેલ ગણેશ પાર્ક સોસાયટીના ગેટ પાસે દરોડો પાડી જુગાર રમતા ધરમશી ભીમજી અડાણીયા,શ્રવણ સોમાભાઈ ચૌહાણ, રાજુ કલ્યાણભાઇ રજોડીયા,વિક્રમ ધરમશીભાઇ ચૌહાણને રોકડા રૂ.૧૦,૭૫૦ સાથે ઝડપી લીધા હતા.તથા બોટાદ ટાઉન પોલીસે ભાંભણ રોડ પર દરોડો પાડી જુગાર રમતા હિતેશ ગોવીંદભાઇ પરમાર,મહમ્મદઅખતર મુસ્તાકભાઇ સૈયદ,કિશન પ્રેમજીભાઇ મેરને રૂ.૧૦,૨૦૦ સાથે ઝડપી લીધા હતા.તેમજ બોટાદ ટાઉન પોલીસે બોટાદ ગઢડા રોડ પર આવેલા ગુરુકુળ પાછળ દરોડો પાડી જુગાર રમતા હર્ષદ રસીકભાઇ મુળીયા,બુધેશ મુળજીભાઇ કાસોદરીયા,પ્રવિણ પોપટભાઇ મુળીયા,વિજય સુખદેવભાઇ મકવાણાને રૂ.૧૧,૪૦૦ સાથે ઝડપી લીધા હતા.તથા બોટાદ ટાઉન પોલીસે બોટાદ ગઢડા રોડ પર આવેલ માધવ પાર્ક સોસાયટી પાસે દરોડો પાડી જુગાર રમતા રાજુ ગોરધનભાઇ સાકરીયા,રવિ મુકેશભાઇ પુરાણીયા,મૌલીક વાલજીભાઇ પ્રજાપતી,તુષાર ધીરૂભાઇ ધોરાળીયાને રૂ .૫૬૦૦ સાથે ઝડપી લીધા હતા.તથા બોટાદ ટાઉન પોલીસે બોટાદના અવળ રોડ લાતી પાસે દરોડો પાડી જુગાર રમતા યોગેશ ઇશ્વરભાઇ પરમાર,હરેશ જીણાભાઇ વેલાણી,સુનીલ ભરતભાઇ જાદવ,ઇશ્વર ગટોરભાઇ પરમાર,જગદિશ ઇશ્વરભાઇ પરમારને રૂ.૫૬૦૦ સાથે ઝડપી લીધા હતા.તથા બોટાદ ટાઉન પોલીસે બોટાદ રેલવે પેશન પાસે આવેલા હરભોલે પાર્ક નજીક દરોડો પાડી જુગાર રમતા દિલીપ રમેશભાઈ પરમાર,ધર્મેશ દશરથભાઈ સોલંકી,પ્રદિપ ઈશ્વરભાઈ જાદવ,પ્રદિપ પરેશભાઈ શેખ,હિતેશ દિનેશભાઈ પરમાર,રવિ ભરતભાઈ સારચીયાને રૂ.૪૪૫૦ સાથે ઝડપી લીધા હતા.જ્યારે બરવાળા પોલીસે ખાભાડા ગામની પાણી પુરવઠા વિભાગની જગ્યામાં દરોડો પાડી જુગાર રમતા નિકુલ રાયસગભાઇ ઘોડકીયા,હરેશ ધીરુભાઇ ભાલોડીયા, રવી સીકન્દરભાઇ મીઠાપરા,કિશોર શાંતીભાઇ બાવળીયા,હરસુખ સવજીભાઇ મેણીયા,જગદિશ કાનાભાઇ ઝાપડીયા, રૂગનાથ થોભણભાઇ પરમાર,પ્રવીણ પ્રેમજીભાઇ મેણીયાને રૂ.૧૪,૭૯૦ સાથે ઝડપી લીધા હતા.

Tags :