ગુજરાતમાં કુદરતી આફતને કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

758 Gujarati Died in 5 Years : ગુજરાતમાં કુદરતી આફતથી 10 મહિનામાં 230 વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં કુદરતી આફતનો ભોગ બનનારા ગુજરાતીઓના મોતનો આંકડો ચોંકાવનારો રહ્યો છે. જ્યારે 10 મહિનામાં કુદરતી આફતથી સૌથી વધુના મૃત્યુ થયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે.
કુદરતી આફતથી સૌથી વઘુ મૃત્યુમાં હિમાચલ પ્રદેશ મોખરે જ્યારે ગુજરાત ચોથા સ્થાને
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 1 એપ્રિલ 2024થી 27 જાન્યુઆરી 2025 સુધી જે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં હિમાચલ પ્રદેશ 408 સાથે મોખરે, મઘ્ય પ્રદેશ 373 સાથે બીજા, કેરળ 355 સાથે ત્રીજા, ગુજરાત ચોથા જ્યારે મહારાષ્ટ્ર 206 સાથે પાંચમાં સ્થાને છે.
આ સમયગાળામાં ગુજરાતમાંથી 7222 પશુએ જીવ ગુમાવ્યો છે જ્યારે 20741 ઘરને નુકસાન થયાનું સામે આવ્યું છે. કુદરતી આફતથી ગુજરાતમાં 2020-21માં 215, 2021-22માં 67, 2022-23માં 10, 2023-24માં 236, 2024-25માં 230 એમ છેલ્લા પાંચ વર્ષમાં કુલ 758 વ્યક્તિએ કુદરતી આફત સામે જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં કુદરતી આફતથી થયેલું નુકસાન










