Gujarat
જામનગરમાં કાલાવડ નજીક બાંગા ગામમાં 75 વર્ષીય વૃદ્ધ મહિલાનો બીમારીથી કંટાળી ચેક ડેમમાં ઝંપલાવી આપઘાત
By GS TEAM
20 Dec 20251 min read
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતા 76 વર્ષના વૃદ્ધ મહિલા કે જેઓ છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતા 76 વર્ષના વૃદ્ધ મહિલા કે જેઓ છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતા કડવીબેન લાખાભાઈ વાઘેલા નામના 76 વર્ષના વૃદ્ધ મહિલા કે જેઓ છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા, અને તે બીમારીથી તેઓ તંગ આવી ગયા હતા. દરમિયાન તેઓએ ગઈકાલે પોતાના ઘરની નજીક આવેલી નદીના ચેક ડેમના પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પુત્ર રામજીભાઈ લાખાભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.