Get The App

પોલીસ બાદ વન-પર્યાવરણ વિભાગમાં બઢતીનો આદેશ, રાજ્યના 73 કર્મચારીઓને પ્રમોશન

Updated: Apr 4th, 2025

GS TEAM

Google News
Google News
પોલીસ બાદ વન-પર્યાવરણ વિભાગમાં બઢતીનો આદેશ, રાજ્યના 73 કર્મચારીઓને પ્રમોશન 1 - image


Promotion of Forest Department employee : ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં આવેલી અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરીમાં ફરજ બજાવતા 73 કર્મચારીઓની બઢતી કરવામાં આવી છે. જેમાં કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન-વેળાવદર, મરીન નેશનલ પાર્ક-જામનગર, ગાંધીનગર વન્યજીવ વર્તુળ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાની વન વિભાગની ઓફીસમાં કાર્યરત કર્મચારીને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. 

આ પણ વાંચો: દરેક PI માટે રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશનરનો આદેશ

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા મુજબ, રાજ્યના ભાવનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પાટણ સહિત અલગ-અલગ જિલ્લાના કારકુન વર્ગ-3ના 73 કર્મચારીઓની સિનિયર ક્લાર્ક વર્ગ-3માં બઢતી આપવામાં આવી છે. વન વિભાગના કર્મચારીઓની બઢતી થતાં તેમના પગારધોરણમાં વધારો થશે.  

વન રક્ષકના જણાવ્યા અનુસાર, 'વિભાગ દ્વારા બે વર્ષથી વનરક્ષકથી વનપાલ એટલે કે 1 સ્ટારથી 2 સ્ટારના પ્રમોશન આપવામાં આવ્યા નથી. આગમી અઠવાડિયમા આ મામલે કોઈ કાર્યવાહી કે જાહેરાત થવાની સંભાવના છે.'

પોલીસ બાદ વન-પર્યાવરણ વિભાગમાં બઢતીનો આદેશ, રાજ્યના 73 કર્મચારીઓને પ્રમોશન 2 - image

પોલીસ બાદ વન-પર્યાવરણ વિભાગમાં બઢતીનો આદેશ, રાજ્યના 73 કર્મચારીઓને પ્રમોશન 3 - image

પોલીસ બાદ વન-પર્યાવરણ વિભાગમાં બઢતીનો આદેશ, રાજ્યના 73 કર્મચારીઓને પ્રમોશન 4 - image

પોલીસ બાદ વન-પર્યાવરણ વિભાગમાં બઢતીનો આદેશ, રાજ્યના 73 કર્મચારીઓને પ્રમોશન 5 - image

Tags :