સર્વર
ડાઉન, ઇન્ટરનેટ
કનેક્ટિવિટી સહિતની સમસ્યાઓને કારણે ખેડૂતોને હાલાકી
વઢવાણ
તાલુકા પંચાયતમાં ૪૫ હજાર ખેડૂત અરદારો સામે દરરોજ માત્ર ૨૦૦થી ૩૦૦ જ કૂપન આપતા
અનેક ખેડૂતો સહાયથી વંચિત રહે તેવી ભીતિ
સુરેન્દ્રનગર
- સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને સહાય માટેના
ફોર્મ ભરવામાં હાલાકી પડી રહી છે અને લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ ટેક્નિકલ ખામીના કારણે
ફોર્મ ભરી નહી શકતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે સાત-બારનું સર્વર પણ ઠપ્પ
થતાં મામલતદાર કચેરી બાહાર ખેડૂતોની લાંબી લાઇનો લાગી છે. સરકાર દ્વારા ખેડુતો દ્વારા
ઝડપથી ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડુતોમાં માંગ ઉઠવા પામી છે.
ઓક્ટોબર
મહિનામાં પડેલ કમોસમી વરસાદથી સુરેન્દ્રનગર જીલ્લામાં પણ અંદાજે ૩.૫ લાખ હેક્ટરથી
વધુ જમીનમાં કરેલ કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. સરકારે પાક
નુકસાનીનો સર્વે હાથ ધરી સહાય પેકેજ જાહેર કર્યું છે. જેના માટે ખેડૂતોને ઓનલાઈન
ફોર્મ ભરવાની પ્રક્રિયા ગત તા.૧૫ નવેમ્બર થી શરૃ કરવામાં આવી છે. પરંતુ પાક સહાય
ફોર્મ ભરવા માટેનું સર્વર ડાઉન થઇ જતાં જેના કારણે ખેડુતોને સહાય માટેનું ફોર્મ
ભર્યા વગર ધક્કો ખાવો પડે છે. તેમજ આ સહાય મેળવવા માટે ખેડૂતોને જમીનના દસ્તાવેજો
જેવા કે ૭/૧૨ અને ૮અ ના ઉતારા ફોર્મ સાથે જોડવાના હોય છે. તેનું સર્વર પણ ડાઉન
ઠપ્પ થતાં મામલતદાર કચેરીઓ ખાતે ખેડૂતોની
લાંબી લાઈનો જોવા મળી હતી.
તાલુકા
પંચાયત બહાર ખેડૂતો માટે સુવિધા પુરી પાડવા માંગ
તાલુકા
પંચાયત કચેરીમાં પીવાના પાણીની અને ખેડૂતો માટે બેસવાની વ્યવસ્થા ન હોવાના કારણે
ખેડૂતોએ ીડીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ ત્યાં ટીડીઓ હાજર ન હોવાના કારણે
મામલતદાર કચેરીએ પહોંચી અને સમગ્ર પોતાની વ્યથા ઠાલવી અને રજૂઆત કરી પીવાના પાણી
અને બેસવા માટેની તેમજ ફોર્મ ભરવા માટેની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા રજૂઆત
કરવામાં આવી હતી.
વઢવાણ
તાલુકામાં ૩૦૦૦ જ ફોર્મ ભરાયા
વઢવાણ
તાલુકામાં અંદાજે ૪૫,૦૦૦ થી વધુ ખેડુત ખાતેદારો નોંધાયા છે. પરંતુ વિવિધ સમસ્યાના કારણે ફોર્મ
ભરવાની તારીખથી અત્યાર સુધીમાં વઢવાણ તાલુકામાંથી હજુ માંડ ૨૫૦૦થી ૩૦૦૦ જેટલા જ
સહાય ફોર્મ ભરાયા છે. તેમજ વઢવાણ તાલુકા પંચાયત ખાતે દરરોજ ૨૦૦થી ૩૦૦ કૂપન
ખેડુતોને આપવામાં આવતા અનેક ખેડૂતો સહાયથી વંચિત રહે તેવી ભીતિ સેવાઇ રહી છે.


