ત્રણ ઘુવડ વન વિભાગની કચેરીમાં સારવાર હેઠળ
કરુણા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત કબુતર, કોમડક, હોલો, ટીટોડી, પોપટ સહિતના ૬૯ પક્ષીઓને નવજીવન મળ્યું
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે 'કરુણા અભિયાન' હાથ ધરવામાં આવ્યું હતું. ૧૧થી ૧૫ જાન્યુઆરી દરમિયાન ખેરાળી રોડ સ્થિત સારવાર કેન્દ્ર પર કુલ ૭૧ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. સૌથી વધુ ૩૯ પક્ષીઓ માત્ર ૧૪ જાન્યુઆરી એટલે કે ઉતરાયણના દિવસે જ દોરીથી ઈજાગ્રસ્ત થઈને આવ્યા હતા. આ સેવાકીય યજ્ઞામાં જીવદયા ટ્રસ્ટના યુવાનો અને વન વિભાગના સ્ટાફે ખડેપગે રહી પક્ષીઓનું રેસ્ક્યુ કર્યું હતું.
સારવાર કેન્દ્ર પર કબૂતર, કોમડક, હોલો, ટીટોડી, ઘુવડ, પોપટ, સમડી અને આઈબીસ જેવા પક્ષીઓને ઈજા પહોંચતા લાવવામાં આવ્યા હતા. કમનસીબે, ગંભીર ઈજાના કારણે ૦૨ પક્ષીઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય તમામ પક્ષીઓ હાલ વન વિભાગની કચેરી ખાતે સારવાર હેઠળ છે. આ પક્ષીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને ફરીથી ખુલ્લા આકાશમાં મુક્ત કરવામાં આવશે. નોંધનીય છે કે, પક્ષીઓને બચાવવાની આ કામગીરી પક્ષીપ્રેમીઓ માટે આશીર્વાદરૃપ સાબિત થઈ છે.


