Gujarat

આણંદના લોટેશ્વર તળાવમાં આજે 700 મૂર્તિઓનું વિસર્જન થશે

By GS TEAM
6 Sep 20251 min read
આણંદના લોટેશ્વર તળાવમાં આજે 700 મૂર્તિઓનું વિસર્જન થશે

- ક્રેનથી મોટી મૂર્તિઓ વિસર્જિત કરાશે

- અનિચ્છનીય બનાવ ન બને માટે મનપાના 20 તરવૈયા, 2 બોટ તળાવ પર સતત તૈનાત રહેશે

આણંદ : આણંદના લોટેશ્વર મહાદેવના તળાવમાં તા. ૬ઠ્ઠીને શનિવારે ૭૦૦ જેટલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થશે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે કરમસદ આણંદ મનપાના ફાયર વિભાગના ૨૦ તરવૈયાઓ તૈનાત રહેશે.

કરમસદ આણંદ મનપાના ફાયર વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા ચાર દિવસમાં ૬૦૦થી વધુ નાની મોટી મૂતઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. 

શનિવારે સ્થાપનાના ૧૦ દિવસ પૂરા થતા આણંદ સહિત આજુબાજુના વિસ્તારની અંદાજિત ૭૦૦થી વધુ શ્રીજીની નાની- મોટી પ્રતિમાના વિસર્જનની સંભાવનાઓ છે. 

મનપા દ્વારા ૨૦ જેટલા તરવૈયાઓની ટીમ, બે બોટ અને એક ક્રેન લોટેશ્વર મહાદેવ તળાવ ખાતે તૈનાત કરાઈ છે. તળાવમાં કોઈ ડૂબતું હોય તો તેને બચાવવા માટેની પણ અલગ ટીમ બનાવવામાં આવી છે. 

લોટેશ્વર તળાવમાં સવારે ૮થી રાતના ૧૨ વાગ્યા સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલવાની સંભાવનાના પગલે તળાવ આસપાસ લાઈટોની પણ સગવડ કરવામાં આવી છે.