Get The App

વછરાજ દાદાના દર્શને ગયેલા 70 લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
વછરાજ દાદાના દર્શને ગયેલા 70  લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા 1 - image


પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામ નજીક આવેલા

કાદવમાં ફસાયેલા લોકો અને વાહનોને ગ્રામજનો તથા મંદિરના સ્વયંસેવકોએ ટ્રેક્ટરની મદદખી બહાર કાઢ્યા

પાટડીપાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામ નજીક આવેલા વછરાજ દાદાના દર્શનેે ગયેલા ૭૦ લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા હતા. કાદવમાં ફસાયેલા લોકો અને વાહનોને ગ્રામજનો તથા મંદિરના સ્વયંસેવકોએ ટ્રેક્ટરની મદદખી બહાર કાઢ્યા હતા.

ચાલુ વર્ષે દિવાળી બાદ તરત જ કમોસમી વરસાદ પડતા પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણમાં આવેલા પૌરાણિક વછરાજ દાદા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને સાવચેતી રાખવા જણાવાયું હતું. જોકે, અમુક દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક કમોસમી વરસાદી ઝાપટું શરૃ થઈ જતા રણમાં ફસાઈ ગયા હતા. જેમાં એક ખાનગી લકઝરી બસ અને પાંચથી છ કારમાં સવાર અંદાજે ૭૦થી વધુ દર્શનાર્થીઓ ફસાઈ ગયા હોવાની જાણ વછરાજ દાદાના મંદિરમાં વર્ષાથી સેવા પૂજા કરતા શખ્સને થતા તાત્કાલિક મંદિરના સ્વયંસેવકોની ટીમ તેમજ ઝીંઝુવાડાના સરપંચ અને ગામના યુવાનો સહિતનાઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ રણમાં કમોસમી વરસાદને કારણે થયેલ કાદવ અને કીચડના લીધે ફસાયેલા વાહનોને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢયા હતા અને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ પુરી પાડી હતી. જ્યારે રણમાં ફસાઈ ગયેલ દર્શનાર્થીઓ સલામત રીતે બહાર આવતા રાહતનો શ્વાસ લીધો હતો અને માનવતાસભર કામગીરીને બિરદાવી હતી.

Tags :