ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ભાજપ આગેવાન સહિત જૂગાર રમતા 7 ઝડપાયા
ગુંદાસરા રોડ પર કારખાનામા દરોડો : પકડાયેલા મોટા ભાગના વેપારી જુગાર પટમાંથી રૂ. 20 લાખ રોકડા, વાહનો મળી 80.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યા
ગોંડલ, : ગોંડલ રાજકોટ હાઈવે નજીક આવેલા રીબડા -ગુંદાસરા રોડ પર ગોંડલ તાલુકા પોલીસે કારખાનામાં ત્રાટકી જુગાર રમી રહેલા ગોંડલ નગરપાલિકાના માજી પ્રમુખ વર્તમાન ભાજપ આગેવાન સહિત મનીષભાઈ દુર્લભજીભાઈ ચનિયારા સહિત સાત વેપારીઓને રૂ. 20.21 લાખ રોકડા અને વાહનો સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.
રીબડા -ગુંદાસરા રોડ પર આવેલા પ્રિમિયર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં સાંજે ગોંડલ તાલુકા પોલીસના ઈન્સપેકટર એે.ડી.પરમાર અને સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી એ વખતે જુગાર રમાતો હોવાની બાતમી મળતા જ પોલીસ સ્ટાફે મળેલી માહિતીના સ્થળે દરોડો પાડતા જુગાર રમી રહેલા લલીતભાઇ ચંદુભાઇ કાનેરીયા, રહે.રાજકોટ, અંબીકા ટાઉનશીપ.
હીતેષ હરજી મણવર, રહે. વ્રજરત્ન એપાર્ટમેન્ટ, જગન્નાથ ચોક,રાજકોટ.રમેશ વલ્લભ મારડીયા, રહે. શ્યામલ કુટીર,આત્મીય કોલેજની સામે, રાજકોટ.,પ્રતિકભાઇ જયંતીભાઇ ભુત, રહે. અંબીકા ટાઉનશીપ, રાજકોટ.જેમીનભાઇ માધવજીભાઇ ઘેટીયા, રહે. અંબીકા ટાઉનશીપ, રાજકોટ.મનીષ દુર્લભજીભાઈ ચનીયારા, રહે. શાંતીનગર, ગુંદાળા રોડ, ગોંડલ.
દીલીપ પ્રાગજી અસોદરીયા, રહે.ગુજરાત સોસાયટી, પેડક રોડ, રાજકોટ.ને પકડી પાડયા હતા. દરોડો પડતા ગોંડલ તાલુકા પોલીસને જુગાર કેસ ન કરવા ભલામણના ફોન રણકવા લાગ્યા હતા પણ પોલીસે ટસની મસ થયા વગર કાર્યવાહી કરતા સોંપો પડી ગયો હતો.પકડાયેલા શખ્સો વેપાર સાથે સંકળાયેલા હોવાની વિગતો મળે છે. દરોડા દરમિયાન રોકડા રૂ. 20.21 લાખ , આઠ મોબાઈલ ફોન, જેની કિમત રૂ. 6.85 લાખ, 3 મોટર કાર જેની કિંમત રૂ. 55.70 લાખ મળી કુલ રૂ. 82.76 લાખની માલમતાનો મુદ્દામાલ કબજે કર્યો છે.