હુજરત ટેકરા વિસ્તારમાં જુગાર રમતી વૃદ્ધા સહિત ૭ ઝડપાયા
પોલીસ કંટ્રોલ રૃમના મેેસેજના આધારે સિટિ પોલીસે રેડ પાડી હતી
વડોદરા,ભૂતડીઝાંપા હુજરત ટેકરા વિસ્તારમાં જુગાર રમતા ૬૪ વર્ષના વૃદ્ધા સહિત ૭ જુગારીઓને સિટિ પોલીસે ઝડપી પાડયા છે.
સિટિ પોલીસને કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે, ભૂતડીઝાંપા હુજરત ટેકરા અનસૂયા એપાર્ટમેન્ટ નીચે મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૭ જુગારીઓને ૭,૮૨૦ રૃપિયાની મતા સાથે ઝડપી પાડયા છે. પકડાયેલા જુગારીઓમાં (૧) સુનંદાબેન સદાશિવભાઇ પવાર ( ઉં.વ.૬૪) (૨) જયપ્રકાશ પારસરામ સંતોશી ( બંને રહે. અનસૂયા એપાર્ટમેન્ટ, હુજરત ટેકરા) (૩) મુકેશ તુલસીભાઇ પ્રજાપતિ (રહે. ન્યૂ સમા રોડ, કેનાલ પાછળ) (૪) સૂર્યકાંત વિઠ્ઠલરાવ સાવંત (રહે.માંગલ્ય પાર્ક પાછળ હરણી વારસિયા રીંગ રોડ) (૫) મુકેશ પોપટભાઇ ચૌહાણ (રહે. ભૂંતડી ઝાંપા પોલીસ લાઇન પાછળ) (૬) નિલેશ રમણલાલ પંચાલ (રહે. કમલા નગર, આજવા રોડ) તથા (૭) રાજેશ તહેલરામ સોખાણી (રહે. દાદા શ્યામ સોસાયટી, હરણી રોડ) નો સમાવેશ થાય છે.