બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 3 મહિલા સહિત 7 જણને સજા
- જાફરાબાદના નવી જીકાદ્રી ગામે બનેલા બનાવમાં ચુકાદો
- હેન્ડ રાઈટિંગ, ફિંગર પ્રિન્ટ, એફએસએલનો રિપોર્ટ, મૌખિક-દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી સજાનો હુકમ કર્યો
નવી જીકાદ્રી ગામે રહેતા પુંજાભાઈ હાકાભાઈ વરૂની સંયુક્ત ખાતા નં.૧૭૪થી ખેતીની જમીનોનું બોગસ કુલમુખત્યારનામાનું નાવી તેના આધારે ગત તા.૩૧-૧૨-૨૦૦૯ના રોજ જમીન વેચાણનો વેચાણ દસ્તાવેજ તૈયારી કરી આરોપીઓએ કબજો જમાવી લીધો હતો. જે અંગે પુંજાબાઈ વરૂએ વર્ષ ૨૦૧૧માં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જે અંગેની સુનવણી હાથ ધરાતા રાજુલાના એડીશનલ ચીફ મેજિસ્ટ્રેટ એ.એચ. ત્રિવેદીએ ફરિયાદી અને તેમના બહેનો વગેરે , સબ રજિસ્ટ્રાર, તલાટી મંત્રી, મામલતદારની જુબાની, હેન્ડ રાઈટિંગ-ફિંગર પ્રિન્ટનો રિપોર્ટ, ડોક્યુમેન્ટસ અંગેનો એફએસએલ રિપોર્ટ, અન્ય સાહેદો-પંચાની જુબાની, ૫૦ દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ દિવ્યેશ બી. ગાંધીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી શૈલેષ નટુભાઈ ખુમાણ, કમળાબેન નટુભાઈ ખુમાણ, નીમબેન શૈલેષભાઈ ખુમાણ, નાથાભાઈ હીરજીભાઈ સાવલિયા, વિલાસબેન ભરતભાઈ ધાખડાને ત્રણ વર્ષ સાદી કેદનીસજા, રોકડનો દંડ તેમજ નટુ ગોલણભાઈ ખુમાણ અને દેવકુ વાજસુરભાઈ ધાખડાને સાત વર્ષની કેદ, રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.