Gujarat

બોરસદના વાસણા-બો ગામથી જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા

By GS TEAM
16 Dec 20251 min read
બોરસદના વાસણા-બો ગામથી જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા

- પૈસાની હારજીતનો જુગાર રમાતો હતો

- પોલીસે અંગજડતી અને દાવ પરથી રૂ. 7 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

આણંદ : બોરસદ તાલુકાના વાસણા-બો ગામની જીઆઇડીસી પાછળ આવેલા ખેતરમાં પત્તા પાનાનો જુગાર રમી રહેલા ૭ શખ્સો ઝડપાયો હતો. બોરસદ શહેર પોલીસે ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

વાસણા-બો ગામે આવેલી જીઆઇડીસી પાછળના ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સો એકત્ર થઈ પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી બોરસદ શહેર પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે છાપો મારતા જુગાર રમતા ૭ શખ્સો તનવીર ખાન ઉર્ફે સેદો ઇરફાન ખાન પઠાણ (રહે. રાજા મહોલ્લા, બોરસદ), યાસીન ખાન ઉર્ફે ક્વિન્ટલ દિલાવર ખાન પઠાણ (રહે. મદીનાનગર, બોરસદ), ફિરોજ ખાન ઉર્ફે દિલુ દીલાવર ખાન પઠાણ (રહે. રાજા મહોલ્લા, બોરસદ), બિસ્મિલ્લા ખાન હિદાયત ખાન પઠાણ (રહે. રાજા મહોલ્લા, બોરસદ), માજીદ ખાન અહેસાનુલ્લાખાન પઠાણ (રહે. અશરફી સોસાયટી, બોરસદ), અસલામ ખાન લિયાકત પઠાણ (રહે. રાજા મહોલ્લા,બોરસદ) અને અકરમ ભાઈ ઈબ્રાહીમભાઇ શેખ (રહે.રાજા મહોલ્લા, બોરસદ)ને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલ શખ્સોની અંગ જડતીમાંથી તેમજ દાવ પરથી મળી કુલ રૂપિયા ૭,૧૨૦નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.