Gujarat

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના 'ઓપરેશન મ્યુલ હન્ટ' ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ 7 ફરિયાદ નોંધાવાઈ

By GS TEAM
13 Dec 20252 mins read
TukuTouch Logo
જામનગર શહેરની જુદી જુદી બેન્કોમાં ખાતા ખોલાવી નાણાંની ગેરકાયદે હેરફેર કરવાના સંદર્ભમાં વધુ 16 આરોપીઓ સામે ગુન્હો નોંધાયો

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના 'ઓપરેશન મ્યુલ હન્ટ' ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ 7 ફરિયાદ નોંધાવાઈ

Jamnagar Mule Account Case : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' ચલાવવામાં આવી રહ્યું છે, અને આવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવામાટે સોંપી દે છે, આવા કુલ 14 ખાતા ધારકો સામે જામનગરના સીટી એ. અને બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારમાંથી ગઈકાલે આવા વધુ 7 બેન્ક ખાતાં મળી આવ્યા છે, અને શહેરના સિટી એ. અને બી. ડિવિઝન પોલીસ મથક તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશન અને પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાંમાં વધુ 16 આરોપીઓ સામે 7 ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.

જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલાની રાહબરી હેઠળ છેલ્લા 3 દિવસ દરમિયાન સીટી એ. તેમજ બી. ડિવિઝન પોલીસ મથકમાં 26 આરોપીઓ સામે કુલ 12 પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ગઈકાલે શહેરના બન્ને પોલીસ ડિવિઝનમાં અને પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં વધુ 7 ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ગુન્હામાં સરકાર પક્ષે પીએસઆઇ વી.એસ.પોપટ ફરિયાદી બન્યા છે, અને જામનગર નજીક જૂના નાગના ગામના વતની શૈલેષ રમેશભાઈ મઘોડિયા, ભરત નરશીભાઈ પરમાર અને પંકજભાઈ વગેરે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં બોદુભાઈ જસાણી, અને રિઝવાન મેમણ સામે ગુનો દાખલ કરાયો છે, જ્યારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ઈમ્તિયાઝ રસિદભાઈ લાખા, અને કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં રાકેશ લોઢીયા સોની અને પૂર્વરાજ સિંહ મનોહરસિંહ જાડેજા તેમજ ઈમરાન ખફી સામે ગુન્હો નોંધાયો છે.

 ત્યારબાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં મોહમ્મદ સલીમભાઈ અબ્દુલ કાદર મેમણ, તેમજ સુલતાન આરબ સામે ફરિયાદ નોંધાવાઇ છે. જયારે તેજ ડિવિઝન પોલીસ મથકમાં સચિન ઉર્ફે ભૂરો, અતુલભાઇ પાથર અને મોન્ટી પાજી સામે ગુનો દાખલ કરાયો છે. આમ કુલ વધુ 7 ફરિયાદ નોંધીને 16 આરોપીઓ સામે ગુન્હા નોંધવામાં આવ્યા છે. જે તમામ ગુન્હાના સંદર્ભમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે. ત્રણ દિવસના સમયગાળા દરમિયાન કુલ 19 ફરિયાદ નોંધાવી છે, અને 42 આરોપીઓ સામે ગુના નોંધી લેવાયા છે.