Gujarat

કચ્છમાં 7ના મોત: ભચાઉ નજીક અકસ્માત, અન્ય બે સ્થળોએ હિટ-એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી

By GS TEAM
3 Dec 20252 mins read
TukuTouch Logo
કચ્છના ભચાઉ, સામખિયાળી, રાપર સહિતના વિસ્તારમાં ચાર અલગ-અલગ અકસ્માત-દુર્ઘટનાની ઘટનામાં બે કિશોરી સહિત સાતના મોત નીપજ્યા છે. જેમાં ભચાઉ નજીક વરસાણા બ્રિજ પાસે ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા ત્રણ યુવકના મોત થયા છે. જ્યારે સામખિયાળી બ્રિજ અને મુંદ્રાના ગુંદાલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, રાપરમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી બે કિશોરીના મોત નીપજ્યા છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છમાં 7ના મોત: ભચાઉ નજીક અકસ્માત, અન્ય બે સ્થળોએ હિટ-એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી

Kutch News : કચ્છના ભચાઉ, સામખિયાળી, રાપર સહિતના વિસ્તારમાં ચાર અલગ-અલગ અકસ્માત-દુર્ઘટનાની ઘટનામાં બે કિશોરી સહિત સાતના મોત નીપજ્યા છે. જેમાં ભચાઉ નજીક વરસાણા બ્રિજ પાસે ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા ત્રણ યુવકના મોત થયા છે. જ્યારે સામખિયાળી બ્રિજ અને મુંદ્રાના ગુંદાલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, રાપરમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી બે કિશોરીના મોત નીપજ્યા છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ભચાઉ નજીક અકસ્માતમાં ત્રણના મોત 

મળતી માહિતી મુજબ, કચ્છના ભચાઉના વરસાણા ઓવરબ્રિજ પાસે  ટેમ્પોને ટ્રકે પાછળથી ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળના શ્રમિકો સવાર હતા. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય સાત લોકોને ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જણાય છે.

મૃતકના નામ

નિર્મલ અમર બાઉરી (ઉં.વ.20, રહે. બોકારો, ઝારખંડ)

રમેશ કિરણ ડોંગ (ઉં.વ.34, રહે. ઝારખંડ)

લક્ષ્મણ સંતોષ બાઉરી (ઉં.વ.48, રહે. પશ્ચિમ બંગાળ)

સામખિયાળી અને મુંદ્રામાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના મોત

સામખિયાળી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ભચાઉના શિકરાના રહેવાસી ચકુભાઈ મોમાયા મણકાનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. 

બીજી હિટ એન્ડ રનની ઘટના મુંદ્રામાં બની હતી. જેમાં મુંદ્રાના ગુંદાલા બ્રિજ પર બાઈકચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાંધીધામના સપનાનગરના રહેવાસી ભાવેશ ભીમજીભાઈ ગડા (મહેશ્વરી)નું મોત નીપજ્યું હતું. બંને બનાવને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 5ના મોત: રાજુલા-જાફરાબાદમાં અકસ્માત સહિતની ઘટનાઓથી શોકનો માહોલ

રાપરમાં બે કિશોરીના ડૂબી જવાથી મોત, 36 કલાકે મૃતદેહ મળ્યા

રાપર તાલુકાના જાટાવાડા ગામ ખાતે પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી બે કિશોરીના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને લઈને 36 કલાકની ભારે જહેમત બાદ ભચાઉ ફાયર વિભાગની ટીમે બંને કિશોરીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. 

મૃતકના નામ

દયાબેન નાગજીભાઈ કોળી (ઉં.વ.12) 

આરતીબેન રાણાભાઈ કોળી (ઉં.વ.13)