Get The App

મોડીરાતે હાઇવે પર ઉભેલી ટ્રકમાં ટેમ્પો ઘુસી જતા ૭ ને ઇજા

જૂનાગઢનો પરિવાર સુરતમાં સગાને મળીને પરત જતો હતો

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
મોડીરાતે હાઇવે  પર ઉભેલી ટ્રકમાં ટેમ્પો ઘુસી જતા ૭ ને ઇજા 1 - image

વડોદરા,મોડીરાતે હાઇવે ગોલ્ડન બ્રિજ નજીક રસ્તાની સાઇડ પર ઉભેલા ટ્રકમાં ટેમ્પો ઘુસી જતા ૭ લોકોને ઇજા થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના જયોદર ગામે રહેતો પરિવાર સગાઓને મળવા માટે સુરત ગયો હતો. ત્યાંથી પરત આવતા તેમનો ટેમ્પો ગોલ્ડન બ્રિજ  પાસે ઉભેલા ટ્રકમાં  પાછળથી ઘુસી જતા  સાત વ્યક્તિઓને ઇજા થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં (૧)  સંજયગીરી હર્ષદગીરી મેઘનાથ,  ઉં.વ.૩૫ (૨) સુરેશગીરી હરિગીરી મેઘનાથ, ઉં.વ.૫૦ (૩) રાજેશગીરી ભૂપતગીરી મેઘનાથ, ઉં.વ.૪૩ (૪) ભાવેશગીરી વિનોદગીરી મેઘનાથ, ઉઁ.વ. ૩૬ (૫) ધનરાજ સુરેશભાઇ મેઘનાથ, ઉં.વ.૨૪ (૬) કાલુગીરી હરિગીરી મેઘનાથ, ઉં.વ.૫૯ તથા (૭) પરવીનભાઇ ગોસ્વામી, ઉં.વ.૪૫ ને ઇજાઓ થઇ હતી.

Tags :