Get The App

વડોદરાના કમાટીબાગ બ્રિજ પર 7 ફૂટનો મગર દેખાતા દોડધામ, મહામહેનતે કરાયું રેસ્ક્યુ

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના કમાટીબાગ બ્રિજ પર 7 ફૂટનો મગર દેખાતા દોડધામ, મહામહેનતે કરાયું રેસ્ક્યુ 1 - image


Vadodara News: વડોદરા શહેરના હૃદય સમા કમાટીબાગ નજીક આવેલા નરહરિ બ્રિજ પર ગઈ રાત્રે એક અસામાન્ય દૃશ્ય જોવા મળ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરના બંગલા પાછળ આવેલા આ બ્રિજ પર લગભગ સાત ફૂટ લાંબો એક મહાકાય મગર આવી ચડતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે કુતૂહલ અને થોડા સમય માટે ભયનો માહોલ છવાયો હતો.

રાત્રિના સમયે મેઇન રોડ પર મગરને બિન્દાસ્તપણે દોડાદોડી કરતો જોઈને વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ટ્રાફિક અટવાઈ ગયો હતો. મગરના કારણે બ્રિજ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. સદનસીબે, મગર એકાદ-બે વાહનચાલકોની અડફેટમાં આવતા બચી ગયો હતો, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી.


આ બનાવની જાણ તાત્કાલિક કે નાઈન જીવદયા ગ્રુપને કરવામાં આવી હતી. ગ્રુપના વિશાલ ઠાકુર અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી હતી. આખરે, અનેક પ્રયાસો બાદ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટ વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને મગરને નજીકની નદીમાં સલામત રીતે છોડવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે આ પ્રકારની ઘટના વડોદરામાં પહેલીવાર બની નથી. અગાઉ પણ કાલાઘોડા બ્રિજ ઉપર મગર આવી જતા ટ્રાફિકજામ થવાનો કિસ્સો બન્યો હતો. વડોદરા શહેરની નદીઓમાં મગરોની વસ્તી સારી એવી છે, અને ચોમાસા દરમિયાન કે પાણીના સ્તર વધવાને કારણે તેઓ ઘણીવાર રહેણાંક વિસ્તારો અથવા રસ્તાઓ પર આવી જતા હોય છે. જોકે, આ પ્રકારની ઘટનાઓ શહેરીજનો માટે હંમેશા આશ્ચર્ય અને સાવચેતીનો વિષય બને છે.

Tags :