રોયલ્ટી વગર અને ઓવરલોડ કપચી ભરેલા 7 ડમ્પર ઝડપાયા
મુળીના જસાપર અને ગોદાવરી રોડ પરથી
ડમ્પરો સહિત કુલ રૃા.૨.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત ઃ ડમ્પર માલિકો સામે કાર્યવાહી
સુરેન્દ્રનગર - મુળીના જસાપર અને ગોદાવરી રોડ પરથી રોયલ્ટી વગર અને ઓવરલોડ કપચી ભરેલા ૭ ડમ્પરને ચોટીલાના પ્રાંત અધિકારી અને મુળી મામલતદારની ટીમે ઝડપી પાડયાં છે. તંત્રની ટીમે ડમ્પરો સહિત કુલ રૃા.૨.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પર માલિકો સામે કાર્યવાહી કરી છે.
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા તેમજ મુળી મામલતદારની સંયુક્ત ટીમે ગેરકાયદે ખનીજ સંપતિના ખનન અને વહન અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મુળીના જસાપર ગામ અને ગોદાવરી રોડ પરથી રોયલ્ટી વગરના અને ઓવરલોડ બ્લેકટ્રેપ(કપચી) ભરેલા ૭ ડમ્પર ઝડપાયા હતા. તંત્રની ટીમે ડમ્પર, કચપી સહિત કુલ રૃા.૨.૮૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ સાત ડમ્પર માલિક (૧) મુનાભાઈ માધાભાઈ જાદવ (રહે.પોગાણ તા.વિરમગામ) (૨) ભગીરથસિંહ આર. સીંધવ (રહે.સાયલા) (૩) રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢીયાર (રહે.સાયલા) (૪) ભરતભાઈ વસાભાઈ ભરવાડ (૫) સતીષભાઈ ડી. ગોહિલ અને (૬) મુન્નાભાઈ સામે કાર્યવાહી હાથ ધરી છે.