Gujarat

ચોટીલા તાલુકામાંથી ગેરકાયદે ખનીજ વહન કરતા 7 ડમ્પર ઝડપાયા

By GS TEAM
9 Jul 20251 min read
ચોટીલા તાલુકામાંથી ગેરકાયદે ખનીજ વહન કરતા 7 ડમ્પર ઝડપાયા

- ખનીજ, ડમ્પરો સહિત રૂા. 2.81 કરોડનો મુદ્દામાલ જપ્ત

- થાનના ભડુલા અને રૂપાવટી ગામમાંથી કાર્બોસેલના 3 કૂવામાંથી ગેરકાયદે ખનન ઝડપાયું : ડમ્પર માલીકો સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકામાંથી ઓવરલોડ અને પરમીટ વગરના સાત ડમ્પરો ઝડપાયા છે. જ્યારે થાનના ભડુલા અને રૂપાવટી ગામની સીમમાંથી પણ ગેરકાયદે કાર્બોસેલના ત્રણ કૂવા પરથી ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું.

ચોટીલા પ્રાંત અધિકારી અચે.ટી.મકવાણા સહિત તેમની ટીમે ગેરકાયદે ખનીજ ચોરી અંગે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ચોટીલા-રાજકોટ હાઈવે તેમજ ચોટીલા-થાન હાઈવે પરથી ગેરકાયદેસર કોરવેશ (તાસ), સાદી રેતી, ફાયર ક્લેનું વહન કરતા ઓવરલોડ અને પાસ પરમીટ વગરના ૭ ડમ્પરો સહિત કુલ રૂા.૨,૮૧,૩૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો. 

તંત્રની ટીમે ડમ્પરના માલીક (૧) નગાભાઈ રૂપાભાઈ સાંબડ રહે.પીપરાળી (૨) મહેશભાઈ ઠાકરશીભાઈ ડાભી રહે.કરમળ (૩) શિવરાજસિંહ સુરૂભા પરમાર, રહે.થાન (૪) રાજુભાઈ નરશીભાઈ વીંજવાડીયા રહે.ખાખરાળી (૫) રાજદિપભાઈ પટગીર રહે.રાજકોટ (૬) જોગીરાજભાઈ વાળા રહે.રાજકોટ અને (૭) બિનવારસી ડમ્પરવાળા  સામે ખનીજ સંપતિના ખનન અને વહન કરવા બદલ કાર્યવાહી હાથધરી છે. જ્યારે બીજી રેઈડમાં થાન તાલુકાના ભડુલા અને રૂપાવટી ગામની સીમમાંથી પણ ગેરકાયદેસર કાર્બોસેલના ત્રણ કુવાઓ પરથી ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું.