Gujarat

વડોદરાના સયાજીપુરાની સરકારી જગ્યામાં કાલાસોનાનો ધંધો, ગેરકાયદે મિનિ પેટ્રોલપંપ ચલાવનાર 7 સામે ગુનો

By GS TEAM
26 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં પોલીસે ગેરકાયદે કાલા સોનાનો ધંધો કરતા સાત જણા સામે ગુનો દાખલ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના સયાજીપુરાની સરકારી જગ્યામાં કાલાસોનાનો ધંધો, ગેરકાયદે મિનિ પેટ્રોલપંપ ચલાવનાર 7 સામે ગુનો

Vadodara : વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં પોલીસે ગેરકાયદે કાલા સોનાનો ધંધો કરતા સાત જણા સામે ગુનો દાખલ કર્યો છે. 

સયાજીપુરા એપીએમસીની સામે આવેલી સરકારી પડતર જમીનની ભૂગર્ભમાં 3,000 લિટરની ટાંકી ફીટ કરી પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવામાં આવતો હોવાની અને તેનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. 

પોલીસે ઉપરોક્ત સ્થળેથી અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી રૂ.એક લાખ ઉપરાંતની કિંમતનું 1344 લિટર ડીઝલ કબજે કર્યું હતું. જ્યારે પેટ્રોલ ડીઝલ કાઢવા માટે નોઝલ પંપ સહિતના સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા. 

પોલીસની તપાસમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ગેરકાયદે લાવવામાં આવતો હોવાની તેમજ કોઈપણ પ્રકારની સેફ્ટી નહીં રાખી લોકોના જીવનું જોખમ સર્જવાની પ્રવૃત્તિમાં નાજુ ભરવાડ તેનો ભાઈ રાજુ ભરવાડ સહિતના સાત જણા સામેલ હોવાની વિગતો ખુલતા તમામ સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. 

પોલીસને એવી પણ માહિતી મળી શકે સરકારી પડતર જમીનમાં ભાડા કરાર કરીને કાલા સોનાનો ધંધો કરવામાં આવતો હતો. જેથી ભાડા કરાર કોણે કર્યો છે અને પેટ્રોલ ડીઝલ ક્યાંથી લાવવામાં આવતું હતું, કેટલા સમયથી આ ચાલતું હતું જેવી બાબતોની તપાસ હાથ ધરવામાં આવી છે.