ખટંબા આવાસ યોજનાના ટેરેસ ઉપર જુગાર રમતા 7 ઝડપાયા , રૂ.1.22લાખની મત્તા જપ્ત
કપુરાઈ પોલીસ ટીમને આજે બપોરે બાતમી મળી હતી કે, ખટંબા રેસીડેન્સી ટાવર નં. એ /2ના ટેરેસ ઉપર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (તમામ રહે- ખટંબા અર્બન રેસીડેન્સી ,સવિતા હોસ્પિટલ રોડ)નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,400, સાત નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,22, 400નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.