Get The App

નવાયાર્ડ લાલપુરા પાસે જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
નવાયાર્ડ લાલપુરા પાસે જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા 1 - image


નવાયાર્ડ ભૂખી કાંસ  પાસે ગ્રેફાઇટ ગ્રાઉન્ડની પાછળ જુગાર રમતા 7 જુગારીઓને ફતેગંજ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન મળીને કુલ 63,160નો મુદ્દામાલ કબજે કર્યો છે. 

પકડાયેલા જુગારીઓમાં (1) સુરેશ ઉર્ફે નંદો રામસીંગભાઇ સોલંકી (2) રાહુલ નિરંજનભાઇ પાટિલ (3) સંજય  રાયસીંગભાઇ  ગોહિલ (4) નિલેશ રમણભાઇ સોલંકી (5) હરિશ ઇશ્વરભાઇ રાઠોડ (તમામ રહે. લાલપુરા નવાયાર્ડ) (6)  ક્રિશ શિવશંકરભાઇ અગ્રવાલ (રહે. ક્રિષ્ણા નગર સોસાયટી, નવાયાર્ડ) તથા  (7) જયદિપ ગણપતભાઇ ચૌહાણ (રહે. જાદવ પાર્ક,ન્યૂ સમા રોડ) નો સમાવેશ થાય છે.

Tags :