વડોદરા શહેરના સ્વામિનારાયણ મંદિરના રસોડામાંથી પિત્તળના 7 તપેલાની ચોરી
Vadodara : વડોદરા શહેરના ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના રસોડામાંથી પિત્તળના સાત મોટા તપેલા કિંમત રૂપિયા 42 હજારની ચોરી કરીને રાત્રિના સમયે તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે તસ્કરો સીસીટીવી કેમેરામાં ગાડીમાં તપેલા ભરતા કંડારાઈ ગયા હતા. કપુરાઈ પોલીસે આ તપેલા ચોર ટોળકીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
ડભોઇ રોડ પર આવેલી પામ રેસીડેન્સીમાં રહેતા ઉમંગકુમાર જયંતીલાલ પટેલે ફરીયાદ નોંધાવી છે કે, હું ગુરુકુલ ચાર રસ્તા પાસે શ્રીજી મોટર્સ નામનું વર્કશોપ ચલાવી મારું જીવન ગુજરાન ચલાવુ છું. હું છેલ્લા 13 વર્ષથી ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલા શ્રી સ્વામીનારાયણ મંદીર લૌયાધામ ખાતે સેવા આપુ છું. ગત 22 એપ્રિલના રોજ રાત્રિના નવેક વાગ્યાના સુમારે સ્વામીનારાયણ મંદીરનું સદાવ્રત (જમણવાર) પુરું થયુ હતું. જે બાદ સદાવ્રતના રસોડાનો તમામ સર સામાન રાખેતા મુજબ મંદીરના પરીસરના રસોડામાં મુકી દીધો હતો અને અમે રાત્રીના સાડા નવ વાગ્યાના સુમારે અમારા ઘરે ગયા હતા ત્યારબાદ બીજા દિવસે 23 એપ્રિલના રોજ રાબેતા મુજબ બપોરના બે વાગ્યાની આસપાસ હું મંદીર પર આવ્યા હતા. જે દરમ્યાન રસોડામાં જમવાનું બનાવવા માટે પિત્તળના મોટા તપેલા નંગ-7 જે જગ્યા પર રસોડામાં મુકેલ હતા. તે જગ્યા પર જોવા મળી આવેલ નહી. જેથી સ્વામી નારાયણ ગુરુકુલના પરીસરમાં તપાસ કરના પિતળના મોટા તપેલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુરુકુલની આજુબાજુમાં સીસીટીવી કેમેશની ચકાસણી કરતા સીસીટીવી ફુટેજમાં એક શ્રી વ્હીલ ટેમ્પો ગુરુકુલની બાજુમાં ઉભો હતો અને તેમાં તપેલા ભરતા ઇસમો જણાયેલ હતા પરંતુ તેની નંબર બરાબર જોઈ શકાતો ન હતો. મોટા પિતળના તપેલા નંગ 7 કિ.રૂ.42 હજારની સ્વામીનારાયણ મંદીરના રસોડામાંથી ચોરી કરી ગઇ ગયું હતું. કપુરાઈ પોલીસે તેમની ફરિયાદના આધારે તસ્કરો સીસીટીવીમાં કરનારા આવેલા તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.