Get The App

વાપી હાઈવે પર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બકરા ભરેલી ટ્રક પકડાઈ, ગેરકાયદેસર પશુ હેરાફેરી કરનારા 7ની ધરપકડ, 2 વોન્ટેડ

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
વાપી હાઈવે પર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બકરા ભરેલી ટ્રક પકડાઈ, ગેરકાયદેસર પશુ હેરાફેરી કરનારા 7ની ધરપકડ, 2 વોન્ટેડ 1 - image


Vapi News: વલસાડ જિલ્લામાં વાપી હાઈવે પર પોલીસે ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બકરા ભરીને જતી એક ટ્રકને પીછો કરીને પકડી પાડી છે. આ મામલે પોલીસે ટ્રક ચાલક સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પશુઓને રાજસ્થાનના જયપુરથી ભરીને મુંબઈના ભિવંડી લઈ જવામાં આવી રહ્યા હતા.

વાપી હિંસા નિવારણ સંઘના પ્રમુખ રાજેશ શાહે વાપી હાઈવે પરથી ગેરકાયદેસર પશુ ભરેલી ટ્રક પસાર થતી હોવાની જાણ વલસાડ પોલીસ કંટ્રોલને કરી હતી. જેને પગલે વાપી ટાઉન પોલીસે બલીઠા હાઈવે પર વોચ ગોઠવી હતી. મુંબઈ તરફ જતી ટ્રક (નં. GJ-31-T-8306) ને રોકવાનો ઈશારો કરતા ચાલકે ટ્રક ભગાવી હતી, પરંતુ પોલીસે પીછો કરીને ટ્રકને વાપી હાઈવે પરથી ઝડપી પાડી હતી.

વાપી હાઈવે પર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બકરા ભરેલી ટ્રક પકડાઈ, ગેરકાયદેસર પશુ હેરાફેરી કરનારા 7ની ધરપકડ, 2 વોન્ટેડ 2 - image

ટ્રકમાં તપાસ કરતા ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરેલા 128 બકરા મળી આવ્યા હતા. પોલીસે ચાલકને પશુ હેરાફેરી માટે પરમિટ કે વેટરનરી પ્રમાણપત્ર રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ તે કોઈ પુરાવા રજૂ કરી શક્યો નહોતો.

પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરવા બદલ પોલીસે મોહંમદ ઇકબાલ મસાક શેખ (ચાલક), ધરમપાલસિંહ ઓમકારમલ હિરાલાલ ખટીક, રામઅવતાર રામચન્દ્રજી બુનકર, રમેશકુમાર માલીરામ ભાંડ, સત્યનારાયણ લાદુરામ બુનકર, હેમરાજ સીતારામ ભદકારીયા, અને નરેન્દ્રકુમાર ઓમકારમલ હિરાલાલ ખટીક એમ કુલ સાત શખ્સોની ધરપકડ કરી હતી.

વાપી હાઈવે પર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બકરા ભરેલી ટ્રક પકડાઈ, ગેરકાયદેસર પશુ હેરાફેરી કરનારા 7ની ધરપકડ, 2 વોન્ટેડ 3 - image

પોલીસે પશુ ભરેલી ટ્રક જપ્ત કરીને પશુઓને વધુ સારસંભાળ માટે વાપી રાતા પાંજરાપોળને સોંપ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ પશુઓને રાજસ્થાનના જયપુરથી મુંબઈના ભિવંડી લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધીને ટ્રક માલિક સાજીદ હુસેન અબ્દુલ સતારભાઈ ખાંજી અને પશુ મંગાવનાર મોહમંદ અલી પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે.

વાપી હાઈવે પર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બકરા ભરેલી ટ્રક પકડાઈ, ગેરકાયદેસર પશુ હેરાફેરી કરનારા 7ની ધરપકડ, 2 વોન્ટેડ 4 - image

Tags :