અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદ શહેરના નવરંગપુરામાં આવેલી હાઉસ કીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પગાર ન મળતા ફિલ્ડ સુપરવાઈઝરનું અપહરણ કર્યું હતું. જેમાં કર્મચારીઓ ફિલ્મી ઢબે ગાડીમાં અપહરણ કરીને સુપરવાઈઝરને અલગ-અલગ સ્થળે લઈ જઈને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ માફી મંગાવતો વીડિયો પણ વાઈરલ કર્યો હતો. સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને બે સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુપરવાઈઝરનું અપહરણ કરી માર મારનાર 2 સગીર સહિત 7 ઝડપાયા
પોલીસ ફરિયાદ મુજબ, નવરંગપુરામાં આવેલી હાઉસ કીપિંગ કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે રાજ બારોટ કામ કરતો હતો. જ્યાં રાજે તેના બે મિત્રોને પણ નોકરીએ રખાવ્યા હતા. પરંતુ તેમનો પગાર બાકી હોવાથી અવારનવાર વિવાદ સર્જાતો હતો. ગત 24મી માર્ચની સાંજે રાજ બારોટ ઘરે જઈ રહ્યો હતો, ત્યારે આરોપીએ તેને ફોન કરીને ભીમજીપુરા બોલાવ્યો હતો. આ પછી આરોપીઓએ રાજને રસ્તા વચ્ચે જ આંતરીને ઢોર માર મારીને ગાડીમાં બેસાડી દીધો હતો.
ત્યારબાદ રાજને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાસેની ખુલ્લી જગ્યામાં લઈ જઈ આરોપીએ અન્ય મિત્રોને પણ બોલાવ્યા હતા. જ્યાં આરોપીઓએ ફિલ્ડ ઓફિસરને લાકડીઓ અને પટ્ટાથી માર મારીને પગાર જેવી સામાન્ય બાબતે રાજ પાસે માફી મંગાવતો વીડિયો ઉતાર્યો હતો. આ પછી આરોપીએ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરીને દાદાગીરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: 'નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..', ત્રાસ આપનારા સાસરિયાં સામે પરિણીતાની પોલીસ ફરિયાદ
સમગ્ર મામલે વાડજ પોલીસને જાણ થતાં પોલીસે અપહરણ અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વિશાલ વાણીયા, નયન સાગડીયા, પિન્ટુ મકવાણા, હર્ષ મોભ, મિહીર મોભ તથા બે સગીર સહિત સાતેય આરોપીની ધરપકડ કરી છે.








