Gujarat
કિશનવાડીમાં જુગાર રમતા ૭ ઝડપાયા
By GS TEAM
7 Aug 20251 min read

વડોદરા, કિશનવાડીમાં જુગાર રમતા ૭ જુગારીઓને વારસિયા પોલીસે ઝડપી પાડી રોકડા રૃપિયા, મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૬૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.પકડાયેલા જુગારીઓમાં (૧) યજ્ઞોશ ઠાકોરભાઇ રાણા (રહે.વૃંદાવન સોસાયટી, વારસિયા) (૨) ભાવેશ બાબરભાઇ માછી (૩) રાહુલ દેવેન્દ્રભાઇ તડવી ( બંને રહે. કિશનવાડી) (૪) મંગલસિંહ હરિયાપ કુશ્વાહ (રહે. હિરાનગર, બાપોદ) (૫) ધવલ મહેશભાઇ માછી (રહે. સોનપુર, બાપોદ) (૬) આનંદ કિશનભાઇ કહાર (રહે. યોગી નગર, ન્યૂ વી.આઇ.પી. રોડ) તથા (૭) રાહુલ દિનેશચંદ્ર દરજી (રહે. ખોડિયાર ચોક, ન્યૂ વી.આઇ.પી.રોડ) નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે અગાઉ ગુના દાખલ થયા છે.








