ડભોઇ રોડ ગણેશ નગરમાં જુગાર રમતા ૭ ઝડપાયા
કલાલીમાં જુગાર રમતા ૪ ઝડપાયા : જુગારના બે કેસમાં ૧.૭૯ લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા,કલાલી તથા ડભોઇ રોડ ગણેશ નગરમાં જુગાર રમતા ૧૧ જુગારીઓને પોલીસે ઝડપી પાડી ૧.૭૯ લાખની મતા કબજે કરી છે.
કલાલી ગોકુલ નગર - ૪ ની પાછળ જુગાર રમતા (૧) રોનક દિપચંદ સાહાની (રહે. ચાણક્ય નગરી, કલાલી રોડ) (૨) રાજેશ ચંદુભાઇ માળી (૩) ભરત ભૂરાભાઇ મારવાડી તથા (૪) દલસુખ આવતરભાઇ માળી ( ત્રણેય રહે. ગોકુલ નગર, કલાલી ફાટક પાસે) ને ઝડપી પાડી રોકડા ૨,૪૪૦ રૃપિયા કબજે લીધા છે. જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ડભોઇ રોડ ગણેશ નગર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા (૧) સંજય ઉર્ફે ભયો સૈયદભાઇ ઠાકોર (૨)શ્રવણ સંજયભાઇ ઠાકોર (૩) લલિત બાબુભાઇ માળી (૪) અંબુ કાંતિભાઇ તડવી (તમામ રહે. ગણેશ નગર) (૫) ગોકુલ ખેમચંદભાઇ રાજદેવ (રહે. હનુમાન ટેકરી, ડભોઇ રોડ) (૬) જાવીદ નજમુદ્દીન મલેક (રહે. યાકુતપુરા) તથા (૭) યોગેશ દિનેશભાઇ વણજારા (રહે. શાંતિનગર, ડભોઇ રોડ) ને ઝડપી પાડી રોકડા ૫૨,૫૧૦, ૭ મોબાઇલ ફોન સહિત કુલ ૧.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે નવિનચંદ્ર શાંતિલાલ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.