વડોદરાના આજવારોડ પર એકતાનાગરમાં જુગાર રમતા સાત ઝડપાયા : 39 હજાર રૂપિયાની મતા કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Gambling Raid : વડોદરામાં પીસીબી પોલીસની માહિતી મળી હતી કે આજવારોડ પર આવેલા એકતા નગરના કેજીએન પાર્ક પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળ રેડ પાડી 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા જુગારીઓમાં (1) અહેમદ હુસેન ઉર્ફે મુન્નો મકસુદ અલી દિવાન (2) વસીમ રમજાન ભાઈ સિંધી (3) મુનાફ મુસ્તાકશા દિવાન (રહે. K.G.N પાર્ક સોસાયટી, આજવા રોડ) (4) નૌસાદ મોહમ્મદભાઈ સૈયદ (આશાપુરી સોસાયટી, આજવા રોડ) (5) સલીમ મહેમુદભાઈ અન્સારી (રહે-લક્ષ્મીનગર આજવા રોડ) (6) પૂનમ બુધાભાઈ ઠાકોર (રહે-ગુડાના મકાનમાં, સોમા તળાવ) તથા (7) મોહમ્મદ અલી કમરૂમિયા સૈયદ (રહે-બસેરા એપાર્ટમેન્ટ, લાડવાડા) નો સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓ પાસેથી 6 મોબાઈલ અને રોકડા મળી કુલ 36,390 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.








