Get The App

આજવા રોડ એકતા નગરમાં પોલીસ પર હુમલો કરનાર ૭ આરોપીઓની ધરપકડ

ત્રણ સગીરને પણ પોલીસે ઝડપી લીધા

Updated: Mar 13th, 2025

GS TEAM


Google News
Google News
આજવા રોડ એકતા નગરમાં    પોલીસ પર હુમલો કરનાર ૭ આરોપીઓની ધરપકડ 1 - image

વડોદરા, આજવારોડ પર એકતાનગર ખાતે તલવારથી હુમલો થયા બાદ તપાસ માટે ગયેલી પોલીસ પર હુમલો કરનાર ૭ આરોપીઓની બાપોદ પોલીસે ધરપકડ કરી  છે.

મંગળવારની રાતે  આજવારોડ પર એકતાનગરમાં ધર્મેશનગર ખાતે સલમાને તલવારથી હુમલો કરી એક યુવાનને ઇજા પહોંચાડી છે. તેવા પોલીસ કંટ્રોલરૃમના મેસેજના આધારે ે બાપોદ પોલીસ સ્ટેશનની  પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી.  પોલીસની હાજરીમાં જ મુસ્લિમ પરિવારના બે જૂથો વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં પોલીસે બંને જૂથોને છૂટા પાડયા હતાં અને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ચાલો તેમ કહી પીસીઆર વાનમાં બેસવા માટે  કહ્યું હતું. તે દરમિયાન ટોળાએ બૂમાબૂમ કરી પથ્થરમારો શરૃ કર્યો હતો. આ ગુનામાં બાપોદ પોલીસે (૧) યાન્વી સાજીદભાઇ ચૌહાણ (૨) મુસ્કાન રૃસ્તમખાન પઠાણ (૩) ખુશી મયૂરભાઇ વણકર (૪) સમીર ફિદાહુસેન પઠાણ (૫) મોઇન શબ્બીરભાઇ કુરેશી (૬) મોસીન શબ્બીરભાઇ કુરેશી તથા (૭) સલમાન શબ્બીરભાઇ કુરેશી ( તમામ રહે. આજવા રોડ, એકતાનગર) ને ઝડપી પાડયા હતા.   આ ઉપરાંત ત્રણ સગીરને પણ પોલીસે ઝડપી લીધા હતા.

Tags :