જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એક સાથે 6934 કેસોમાં થયું સમાધાન
જામનગર જિલ્લામાં ગત શનિવારે લોક અદાલત યોજાઈ હતી અને સમગ્ર જિલ્લાની અદાલતોમાં સમાધાન માટે 14865 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં 6933 કેસોમાં સમાધાન થયું હતું અને ફુલ 16 કરોડ 96 લાખનું સેટલમેન્ટ થયું છે.
નાલ્સાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લામાં તા 12.9.2025 અને શનિવારના રોજ લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ 14865 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રિ-લીટીગેશનના 9499 , લોક અદાલતના 2243 કેસ જ્યારે સ્પેશિયલ સીટીંગના 3123નો સમાવેશ થાય છે.
જે પૈકી એકીસાથે 6933 કેસોમાં સમાધાન થયું હતું. જામનગર જિલ્લાની કુલ તમામ લોક અદાલતોમાં રૂબરૂ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ 16,96,736 રૂપિયાના સેટલમેન્ટ થયા હતા.