જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળ દ્વારા સ્પર્ધા યોજાઈ મહિલા વિભાગનાં પ્રથમ વિજેતાએ સાડા તેર લાડુ ખાધા : સ્વસ્થ રહેવા યુવાઓને યોગ કરવા ટીપ્સ
જૂનાગઢ, : જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજી ઉત્તરાયણ પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. મમરાના લાડુ ખાવાની સ્પર્ધા અંતર્ગત પુરૂષ વિભાગમાં દસ મિનિટમાં સતર અને મહિલા વીભાગમાં સાડા તેર લાડુ ખાનાર વિજેતા બન્યા હતા. વડીલોએ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ દાખવી હતી.
ઉતરાયણ પર્વ નિમિત્તે સિનિયર સિટીઝન મંડળ દ્વારા ગિરનાર રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ 45 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સચોટ નિર્ણય લેવાય તે માટે તમામ સ્પર્ધકો પાછળ નિર્ણાયકોએ ઊભા રહી બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પ્રથમ બહેનો માટે યોજાયેલ સ્પર્ધામાં ચંદ્રિકાબેન મહેતાએ 10 મિનિટમાં સાડા તેર લાડુ આરોગી પ્રથમ ક્રમ મેળવ્યો, જ્યારે દ્વિતીય ક્રમે અંજનાબેન હિરપરાએ 12.8 અને રમાબેન જોષીએ 12 લાડુ આરોગી તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સ્પર્ધાની ખાસિયત એ છે કે મમરાના લાડુ આરોગતી વખતે પાણી પણ આપવામાં આવતું નથી.


