જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પીએમએવાય યોજના હેઠળ 7 વર્ષમાં 6550 આવાસ પૂર્ણ
- 250 સ્કે. ફુટ બાંધકામનાં 4.25 લાખના ખર્ચ સામે સરકારની 1.70 લાખની સહાય
- બાથરૂમ માટે 3254 અને 6 માસમાં પૂર્ણ કરનાર 2174 લાભાર્થીને વધારાનો લાભ મળશે, વર્ષ 2025-26 માટે 17505 નો કરાયો સર્વે
ઘરના ઘરનું સ્વપ્ન દરેક વ્યક્તિનું હોય છે. જ્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ૨૫ ચો.મી.માં ઘર બાંધવા વર્ષ ૨૦૧૬-૧૭થી પ્રધાનમંત્રી આવાસ યોજના સહાય અમલી કરાઈ છે અને ગત વર્ષ સુધી ૧.૨૦ લાખની સહાય ત્રણ તબક્કામા ચુકવાઈ હતી. જેમાં ૫૦ હજારનો વધારો કરી એડવાન્સ હપ્તો ૩૦ હજાર, વીન્ડોસીલ લેવલે ૮૦ હજાર, રૂફ અને આવાસ પૂર્ણ ૫૦ હજાર અને આવાસ પૂર્ણ સમયે ૧૦ હજારનો એમ કુલ ૧.૭૦ લાખની સહાય ચુકવાય છે. જોકે આ બાંધકામ ૨૫૦ સ્કવેરફીટનું કામ થાય છે. જેનો હાલનો સ્કવે. ફુટનાં ૧૭૦૦નો ભાવ ગણાય તો પણ આ મકાન ૪.૨૫ લાખનું થાય છે. જેથી લાભાર્થીને ૨.૫૫ લાખની વ્યવસ્થા કરવી પડે છે. વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૪-૨૫ દરમ્યાન ૬૫૫૦ આવાસ પૂર્ણ થયા છે. તો ૧૦૭૪ બાકી બોલે છે. જ્યારે ૫૦ હજારની સહાય વધાર્યા બાદ છેલ્લા એક વર્ષમાં ૬૬૨ આવાસ લાભાર્થીને વધારા સાથેનો લાભ મળ્યો છે. એક રીતે જોઈએ તો આ સાત વર્ષમાં ૭૯૫૦ લાખ ફાળવાયા હતા જેમાંથી ૭૦૩૩નો કુલ ખર્ચ હોવાનું જણાયું છે. આ ઉપરાંત આવાસનું કામ છ માસમાં પૂર્ણ કરનાર લાભાર્થીને ૨૦ હજારનો વધારાનો લાભ મળે છે. જે મુજબ ભાવનગર જિલ્લાનાં કુલ ૮૭૦ લાભાર્થીને રકમ ચુકવાય છે. તો ૧૩૦૪ લાભાર્થીને ચુકવણુ બાકી હોવાનું જણાયું છે. આ ઉપરાંત બાથરૂમ બનાવવા ૩૬૩ને ૫૦૦૦ લેખે ચુકતે કરાયેલ છે અને ૨૮૯૧ લાભાર્થી બાકી હોવાનું જણાયું છે. જ્યારે ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬ માટે આવાસ માટેનો સર્વે તાજેતરમાં પૂર્ણ થયો છે. જેમાં ભાવનગરનાં ૧૧૦૧, ગારિયાધારનાં ૨૦૩૯, ઘોઘાનાં ૧૨૨૭, જેસરનાં ૧૪૪૦, મહુવાનાં ૨૪૨૪, પાલીતાણાનાં ૧૮૪૧, તળાજાનાં ૩૫૬૩, ઉમરાળાનાં ૩૯૧, વલ્લભીપુરનાં ૩૨૦ અને સિહોરનાં ૩૧૫૯ મળી કુલ ૧૭૫૦૫નો સર્વે પૂર્ણ થયો છે.
છેલ્લા 7 વર્ષમાં આવાસનું સરવૈયુ
તાલુકો |
લક્ષ્યાંક |
મંજુર |
પૂર્ણ |
બાકી |
ભાવનગર |
૪૦૬ |
૪૦૬ |
૩૩૨ |
૨૬ |
ગારિયાધાર |
૧૫૫૦ |
૧૫૩૪ |
૧૧૭૭ |
૧૨૮ |
ઘોઘા |
૪૪૬ |
૪૪૬ |
૪૦૬ |
૧૬ |
જેસર |
૮૬૭ |
૮૫૦ |
૫૩૫ |
૧૧૦ |
મહુવા |
૧૩૫૦ |
૧૩૨૫ |
૧૦૫૭ |
૧૧૦ |
પાલિતાણા |
૧૨૨૯ |
૧૨૦૩ |
૬૮૫ |
૩૦૦ |
સિહોર |
૧૬૩૨ |
૧૬૦૨ |
૯૫૬ |
૨૨૨ |
તળાજા |
૭૯૨ |
૭૯૧ |
૬૨૮ |
૬૪ |
ઉમરાળા |
૪૪૨ |
૪૩૨ |
૩૯૪ |
૩૪ |
વલ્લભીપુર |
૪૫૫ |
૪૩૪ |
૩૮૦ |
૬૪ |
કુલ |
૯૧૬૯ |
૯૦૨૩ |
૬૫૫૦ |
૧૦૭૪ |