Get The App

સુરતમાં આવાસ માટે 65000 ફોર્મ ઉપડયા, ભરાઇને આવ્યા માત્ર 9500

Updated: Sep 14th, 2021

GS TEAM

Google News
Google News
સુરતમાં આવાસ માટે 65000 ફોર્મ ઉપડયા, ભરાઇને આવ્યા માત્ર 9500 1 - image


ફોર્મ લેવા પડાપડી થઇ ગઇ હતી હવે કુલ 8279 આવાસ મેળવવા માટે ફોર્મ ભરવાની મુદત 15 દિવસ વધારી 30 સપ્ટેમ્બર કરવી પડી

        સુરત, મંગળવાર

સુરત મ્યુનિ.એ જુદા જુદા વિસ્તારમાં આવાસ બનાવી લોકોને આપવા માટે ફોર્મ બહાર પાડયા હતા. પાલિકાએ 8279આવાસ માટેની જાહેરાત બહાર પડતાંની સાથે જ ફોર્મનું વિતરણ કરનાર બેંક પર લાઈન લાગી ગઈ હતી. આજ સુધીમાં 65 હજારથી વધુ ફોર્મનું વેચાણ થયું છે પરંતુ તેની સામે હજી ફોર્મ ભરાઈને 9500 જેટલા જ આવ્યા છે. જેથી ફોર્મ ભરવાની મુદત લંબાવવી પડી છે.

સુરતના જુદા જુદા વિસ્તારમાં 8279 આવાસ બનાવી તેને લાભાર્થીઓને આપવા માટેની જાહેરાત બહાર પાડવા સાથે બેન્કમાં ફોર્મ વિતરણની કામગીરી શરૃ કરી હતી. ફોર્મ વિતરણના પહેલાં જ દિવસથી બેંક બહાર ફોર્મ લેવા માટે લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેના કારણે પાલિકા તંત્રએ તમામ ઝોનના સીટી સિવિક સેન્ટર પર ફોર્મ વિતરણ શરુ કરાયું, હેલ્પ લાઇન પણ શરૃ કરાઇ હતી. 8279 આવાસ માટે અત્યાર સુધીમાં 65 હજાર ફોર્મ વેચાઈ ગયા છે.

ફોર્મ વેચાયા બાદ તેને ભરીને પાલિકામાં આપવામા ંઆવશે અને તેની સ્ક્રુટીની કરીને કમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામા આવશે. લોકો મોટી સંખ્યામાં ફોર્મ પણ લઈ ગયાં છે પરંતુ ભરીને પાલિકામાં 9500 જેટલા જ ફોર્મ પરત આવ્યા છે.  આ ઉપરાંત પાલિકાના આવાસ માટેના ફોર્મની તારીખ લંબાવવા માટેની માગણી કરવામા આવી છે. જેના કારણે પહેલાં ફોર્મ માટેની આખરી તારીખ 16 સપ્ટેમ્બર હતી જેને વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. 

Tags :