Get The App

નડિયાદમાં નંબર પ્લેટ વગર ફરતા 64 ટુવ્હીલરો ડિટેઈન કરાયા

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
નડિયાદમાં નંબર પ્લેટ વગર ફરતા 64 ટુવ્હીલરો ડિટેઈન કરાયા 1 - image


- ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો પર તવાઈ

- 'પોલીસ' લખેલા અને કાળા કાચવાળા વાહનો વિરૂદ્ધ પણ તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ

નડિયાદ : નડિયાદ શહેરમાં ફેન્સી નંબર પ્લેટ ધરાવતા અને નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલરો ફરતા જોવા મળે છે. ત્યારે નડિયાદ ટાઉન પોલીસે આજે ડ્રાઈવ યોજી ૬૪ જેટલા ટુ-વ્હીલર ડીટેઇન કર્યા હતા. નડિયાદ ટાઉન પોલીસે અચાનક નંબર પ્લેટ બાબતે કામગીરી શરૂ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. 

નડિયાદ ટાઉન પોલીસે આજે સરકારના નિર્ધારિત નિયમ મુજબની નંબર પ્લેટના નિયમોનું પાલન કરાવવા એક્શનમાં આવી હતી. નડિયાદ ટાઉન પોલીસે આજે સવારથી દિવસ દરમિયાન નડિયાદ સ્ટેશન રોડ, સરદાર ભવન, મીલ રોડ, સંતરામ રોડ, કોલેજ રોડ સહિતના રસ્તા ઉપરથી ફેન્સી નંબર પ્લેટ તેમજ નંબર પ્લેટ વગરના ૬૪ જેટલા બાઈક સહિતના ટુ-વ્હીલરો ડિટેઇન કર્યા હતા. જેના પગલે વાહન ચાલકોમાં ફાફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ટાઉન પોલીસ દ્વારા નંબર પ્લેટના નિયમોનું પાલન કરાવવા ડ્રાઈવ યોજવામાં આવી હતી. ત્યારે પોલીસના કર્મચારીઓ દ્વારા જ નીતિ નિયમોનું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ દ્વારા તેમના વાહનો પર પોલીસ લખેલ તેમજ બ્લેક શીટ ચોટાડેલા વાહનો ફરી રહ્યા છે. પોલીસના નિવૃત્ત થયેલા કર્મચારીઓના સંતાનો તેમજ પોલીસ કર્મચારી ન હોવા છતાં ઘણા લોકો પોતાના વાહનો પર પોલીસ લખાવી બેફામ દોડતા હોય છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા વાહનો સામે પણ પગલા ભરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. 

Tags :