Get The App

૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું

ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર સામે છેતરપિંડીની વધુ બે ફરિયાદ દાખલ

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું 1 - image

વડોદરા,ખોડિયારનગર નજીક ક્રિસ્ટલ  પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમ શરૃ કરનાર બિલ્ડર દ્વારા લોકો  પાસેથી બુકીંગ પેટે રૃપિયા લઇ પઝેશન નહીં આપી છેતરપિંડી કરવામાં આવી  હતી. જે અંગે વધુ બે વ્યક્તિઓએ બિલ્ડર સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

ન્યુ વી.આઇ.પી. રોડ સંગમ પાર્ક સોસાયટીમાં રહેતા સીનિઅર સિટિઝન રામશંકર સૂબેદારભાઇ શર્માએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૧૫ માં કેયા બિલ્ટેક એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીના બિલ્ડર મનિષ મહેન્દ્રભાઇ પટેલે ખોડિયારનગર ચાર રસ્તા  પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમ લોન્ચ કરી  હતી.પહેલા માળે એક દુકાન ૧૮લાખ રૃપિયામાં લેવાનું મેં નક્કી કર્યું હતું. તે  પૈકી ૫.૪૦ લાખ રૃપિયા મેં મનિષ  પટેલને ચૂકવી આપ્યા હતા. તેમછતાંય તેમણે મને પઝેશન આપ્યું નહતું તેમજ દસ્તાવેજ પણ કરી આપતા નહતા. તેઓ રૃપિયા પણ પરત ચૂકવતા નહતા.

જ્યારે બીજી ફરિયાદ ન્યુ વી.આઇ.પી. રોડ સિદ્ધાર્થનગરમાં રહેતા વેપારી  કિશોર રામકિશનભાઇ સેન દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. તેમણે  પોલીસને જણાવ્યું છે કે, બિલ્ડર મનિષ પટેલની સ્કીમમાં થર્ડ ફ્લોર પર મેં ૭ ઓફિસ ૬૦ લાખમાં લેવાનું નક્કી કર્યું હતું.જેમાં દસ્તાવેજ તથા જી.ઇ.બી.નો ચાર્જ અલગ નક્કી કર્યો હતો. મેં તેઓને કુલ ૬૨.૩૦ લાખ ચૂકવી આપ્યા હોવાછતાંય  ઓફિસનો કબજો મને સોંપ્યો નથી. બાપોદ પોલીસે મનિષ મહેન્દ્રભાઇ પટેલ તથા  રૃપલબેન (બંને રહે. સિલ્વર પાર્ક, કરોડિયારોડ તથા સાઇન પ્લાઝા નટુભાઇ સર્કલ, રેસકોર્સ) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.