Gujarat

કાલાવડ તાલુકાના રીનારી ગામમાં 60 વર્ષના વૃદ્ધ મહિલાને કપડા સુકવવાની દોરીમાંથી મોત મળ્યું: વીજ આંચકો લાગવાથી અપમૃત્યુ

By GS TEAM
23 Jul 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા રસીલાબેન ગોરધનભાઈ રાણપરીયા નામના 60 વર્ષના બુઝુર્ગ મહિલા ગઈકાલે પોતાના રહેણાક મકાનના ફળિયામાં કપડાં સુકવવાની દોરી ઉપર કપડાં સૂકવી રહ્યા હતા, જે દરમિયાન તેઓનો અકસ્માતે વીજ વાયરમાં હાથ અડી જતાં ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ તાલુકાના રીનારી ગામમાં 60 વર્ષના વૃદ્ધ મહિલાને કપડા સુકવવાની દોરીમાંથી મોત મળ્યું: વીજ આંચકો લાગવાથી અપમૃત્યુ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા રસીલાબેન ગોરધનભાઈ રાણપરીયા નામના 60 વર્ષના બુઝુર્ગ મહિલા ગઈકાલે પોતાના રહેણાક મકાનના ફળિયામાં કપડાં સુકવવાની દોરી ઉપર કપડાં સૂકવી રહ્યા હતા, જે દરમિયાન તેઓનો અકસ્માતે વીજ વાયરમાં હાથ અડી જતાં ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના કુટુંબી વલ્લભભાઈ ગોરધનભાઈ રાણપરીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના એ.એસ.આઇ.સી. જી.આઈ. જેઠવા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.