પણ ઇમરજન્સી સેવા માટે 112 નંબરઃ વડોદરા પોલીસને નવા 60 વાહનો મળ્યા
વડોદરાઃ તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ માટે સરકારે શરૃ કરેલા જનરક્ષક પ્રોજેક્ટ માટે વડોદરા શહેરમાં ૩૦ મોબાઇલ વાન ફરતી થશે.
આગ,અકસ્માત,પોલીસ,એમ્બ્યુલન્સ, ચાઇલ્ડ હેલ્પલાઇન,વુમન હેલ્પલાઇન સહિતની કોઇ પણ ઇમરજન્સી સેવાઓ માટે હવે એક જ નંબર ૧૧૨ ફાળવવામાં આવ્યો છે.
જે અંતર્ગત વડોદરા શહેરને ૧૧૨ નંબર વાળી ૩૦ મોબાઇલ વાન ફાળવવામાં આવી છે.જેમાં ૧૦ જૂની વાનને ૧૧૨ વાન બનાવવામાં આવી છે.આ ઉપરાંત રાજ્ય સરકારે વડોદરા શહેર પોલીસને બીજી ૩૦ વાન પણ ફાળવી છે.