Gujarat

નડિયાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે દારૂ પીધેલા 6 યુવકો ઝડપાયા

By GS TEAM
24 Sep 20251 min read
નડિયાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે દારૂ પીધેલા 6 યુવકો ઝડપાયા

- પીપલગ રોડ ઉપર ગરબા ગ્રાઉન્ડ પાસે નંબર પ્લેટ વગરની બાઈક ઉપર રોફ જમાવતો નબીરો પકડાયો

નડિયાદ : નડિયાદમાં નવરાત્રિના પહેલા નોરતે પીપલગ રોડ પર ગરબા ગેટ આગળ નંબર પ્લેટ, લાઈસન્સ વગર રોફ જમાવતા બાઈક ચાલકને પશ્ચિમ પોલીસે ઝડપી પાડયો હતો. પ્રથમ નોરતે દારૂ પીધેલી હાલતમાં છ યુવકો ઝડપાયા હતા. 

નડિયાદ પશ્ચિમ પોલીસ પીપલગ રોડ ઉપર નવદુર્ગા ગરબાના ગ્રાઉન્ડ પર બંદોબસ્તમાં ફરજ બજાવતી હતી. દરમિયાન ફેન્સી નંબર પ્લેટ ધરાવતા બાઈક ચાલકને ઉભો રાખી તેની પાસે લાયસન્સ માંગતા મળી આવ્યું નહોતું. ઉપરાંત બાઈકની નંબર પ્લેટ પર નંબરના બદલે અન્ય લખાણ લખેલું હતું. રોફ જમાવતા બાઈક ચાલકને નડિયાદ પશ્ચિમ પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત પોલીસે દારૂ પીને વાહન ચલાવતા મુકેશભાઈ ચંદુભાઈ સોલકી રહે. નરસંડા ભાથીજી મંદિર પાસે તા. નડિયાદ તેમજ હિતેશભાઈ ડાહ્યાભાઈ પરમાર રહે. ૧૭-નીલકમલ સોસાયટી ગીતાંજલિ ચોકડી પાસે, જ્યપાલ રમેશભાઈ પરમાર રહે. નડિયાદ પીપલગ ઈન્દીરાનગર, અક્ષયભાઈ મોહનભાઈ મારવાડી રહે. નડિયાદ કેયા હોસ્પિટલ પાસે છાપરામાં, દિનેશકુમાર કાન્તીભાઈ પરમાર રહે. સેવાલીયા માલવન ચાલીવાળુ ફળીયુ તા.ગળતેશ્વર, નરેશકુમાર પ્રવિણભાઈ પરમાર રહે. સેવાલીયા માલવન ચાલીવાળું ફળિયું, તા.ગળતેશ્વરવાળાઓને ઝડપી પાડી તપાસ હાથ ધરતા દારૂ પીધેલ હાલતમાં જણાઇ આવ્યા હતા.