Gujarat

6 વર્ષનો ચાહક યુગ તિવારી રાહુલ ગાંધીને મળવા ઉત્સુક, પોર્ટ્રેટ પેઇન્ટિંગ ભેટ આપવાની ઇચ્છા

By GS TEAM
23 Mar 20261 min read
TukuTouch Logo
વડોદરામાં યોજાયેલા આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીને મળવા માટે માત્ર 6 વર્ષનો નાનકડો ચાહક યુગ તિવારી પોતાના પિતા સાથે પહોંચ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

6 વર્ષનો ચાહક યુગ તિવારી રાહુલ ગાંધીને મળવા ઉત્સુક, પોર્ટ્રેટ પેઇન્ટિંગ ભેટ આપવાની ઇચ્છા

Vadodara : વડોદરામાં યોજાયેલા આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીને મળવા માટે માત્ર 6 વર્ષનો નાનકડો ચાહક યુગ તિવારી પોતાના પિતા સાથે પહોંચ્યો હતો.

 ગોત્રી વિસ્તારમાં રહેતો યુગ તિવારી હાલ ધોરણ 1 માં અભ્યાસ કરે છે. તેણે પોતાના હાથે બનાવેલું રાહુલ ગાંધીનું પોર્ટ્રેટ પેઇન્ટિંગ ભેટ આપવા માટે ખાસ ઉત્સાહ સાથે સંમેલનમાં હાજરી આપી હતી. યુગ પોતાના પિતા સામાજિક કાર્યકર અમિત તિવારી સાથે અહીં પહોંચ્યો હતો.

યુગે રાહુલ ગાંધીને જનનાયક ગણાવી તેઓ આગામી સમયમાં દેશના વડાપ્રધાન બને તેવી આશા વ્યક્ત કરી હતી. બાળકના નિર્દોષ શબ્દો અને ઉત્સાહે ત્યાં હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.યુગના પિતા અમિત તિવારીએ જણાવ્યું હતું કે, જો તેમને રાહુલ ગાંધી સાથે મુલાકાતનો અવસર મળશે તો તેઓ પ્રાથમિક સુવિધાઓના અભાવ અને ભ્રષ્ટાચાર સંબંધિત મુદ્દાઓ રજૂ કરશે.

નાનકડા યુગે પણ કહ્યું હતું કે, હાલ મોંઘવારી ખૂબ વધી ગઈ છે અને રાહુલ ગાંધી તેના પર અંકુશ લાવી શકે તેવી આશા છે.આ સંમેલનમાં રાજકીય ચર્ચાઓ વચ્ચે 6 વર્ષના બાળકનો નિર્દોષ ઉત્સાહ અને રાહુલ ગાંધી પ્રત્યેનો પ્રેમ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.