Gujarat

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બોલેરો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 6 મહિલાઓ ઈજાગ્રસ્ત બની : બોલેરો ચાલક સામે ગુનો નોંધાયો

By GS TEAM
4 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે એક બોલેરો પીકપ વેન અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બોલેરોમાં બેઠેલી છ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બોલેરો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 6 મહિલાઓ ઈજાગ્રસ્ત બની : બોલેરો ચાલક સામે ગુનો નોંધાયો

Jamnagar Accident : જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે એક બોલેરો પીકપ વેન અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બોલેરોમાં બેઠેલી છ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર જિલ્લાના ખીજડીયા બાયપાસ પાસે બોલેરો પીકઅપ ગાડીના અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. તા.03/04/2026ના રોજ સાંજે અંદાજે 8:00 થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બન્યો હતો. મળતી માહિતી મુજબ, રાસીંગપર ગામથી મહિલાઓ બાલાચડી ખાતે પિત્રુ કાર્ય માટે જતી હતી ત્યારે આરોપી કરણભાઈ રાયમલભાઈ પંડત દ્વારા ચલાવવામાં આવતી બોલેરો પીકઅપ વેન ગઈ.જે.37 ટી 6467 ને બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવતા આગળ જતી ટ્રકને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ગાડીમાં સવાર 6 મહિલાઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં વરજુબેનને ટાંકા લેવા પડ્યા હતા તથા રાધિકાબેનને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેમજ અન્ય ઈજાગ્રસ્તોને જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કેટલીક મહિલાઓને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

આ બનાવ અંગે પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ડ્રાઈવર વિરુદ્ધ બી.એન.એસ. કલમ 281, 125(એ), 125(બી) તેમજ મોટર વ્હીકલ એક્ટ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.