Get The App

જામજોધપુરના ગંજીવાડા વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી 6 મહિલાઓ ઝડપાઈ

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
જામજોધપુરના ગંજીવાડા વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી 6 મહિલાઓ ઝડપાઈ 1 - image

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગંજીવાડા વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી 6 મહિલાઓની અટકાયત કરી લીધી છે.

 જામજોધપુર પોલીસે ગઈકાલે મોડી સાંજે ગંજીવાડા વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા લાભુબેન ભગવાનજીભાઈ વરાણીયા, મંગળાબેન ચંદુભાઈ નનેરા, પન્નાબેન રાજેશભાઈ કાનાબાર, ગીતાબેન વજુભાઈ કવૈયા, જયાબેન ચીમનભાઈ કડેચા, શારદાબેન અરવિંદભાઈ ગામી વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 6,250 ની રોકડ રકમ તેમજ જુગારનું સામાન કબજે કર્યો છે.