Gujarat

ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા

By GS TEAM
3 Dec 20251 min read
ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા

- પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયત દ્વારા 

- દબાણોના લીધે માર્ગ પર વાહનવ્યવહારમાં અવરોધ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી

આણંદ : ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે દબાણોને કારણે માર્ગ પર વાહનવ્યવહારમાં અવરોધ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી પંચાયત તંત્ર દ્વારા છ દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. 

ખાખણપુરામાં મહુડી તરફ જતા રસ્તા પરના તેમજ ગ્રામ પંચાયત સામેના કુલ છ જેટલા કાચાં-પાકાં દબાણો ગ્રામ પંચાયત દ્વારા જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન, ખાખણપુરા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને પંચાયત બોડી હાજર રહ્યાં હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉમરેઠ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવતા સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી અને ભવિષ્યમાં પણ જાહેર માર્ગોે ખુલ્લા રહે તે માટે પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.